ઘટના@અંકલેશ્વર: પુલમાં ગાબડું પડતાં ઇંટો ભરેલો ટેમ્પો અંદર ખાબક્યો, જાનહાની ટળી

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામને જોડતા ખાસ પરનો પુલ એકાએક ઘસાઈ થતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહિ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર તાલુકા કાપોદ્રા ગામને નેશનલ હાઈવેનના મુખ્ય માર્ગને જોડવા તથા ગામના લોકોને અવાર જવર માટે વરસાદી ખાસ પર પુલનું નિમાર્ણ કરવામાં આવ્યું હતુ. અટલ
 
ઘટના@અંકલેશ્વર: પુલમાં ગાબડું પડતાં ઇંટો ભરેલો ટેમ્પો અંદર ખાબક્યો, જાનહાની ટળી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામને જોડતા ખાસ પરનો પુલ એકાએક ઘસાઈ થતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહિ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર તાલુકા કાપોદ્રા ગામને નેશનલ હાઈવેનના મુખ્ય માર્ગને જોડવા તથા ગામના લોકોને અવાર જવર માટે વરસાદી ખાસ પર પુલનું નિમાર્ણ કરવામાં આવ્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામને જોડતા ખાસ પરનો પુલ પંથકમા વરસેલા ધોધમાર વરસાદમાં કાસના બ્રિજના પીલરો ધોવાઈ જવા પામ્યા હતા. જેને લઇ ગામના સરપંચ અને આગેવાનો દ્વારા બ્રિજને મોટા વાહનો માટે બંધ કરવામાં ગયા હતા. જેમાં આજરોજ ઇંટનો જથ્થો ભરેલ એક ટ્રક કાપોદ્રા ગામના વરસાદી કાસના બ્રિજ પરથી પસાર થતા બ્રિજ એકાએક ધસી પડ્યો હતો. જે ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની કોઈ જાનહાની નહિ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. નોંધનીય ગામમાં આવવા જવા માટે માત્ર આ એક જ મુખ્ય માર્ગ હતો. જે તૂટી જતા ગ્રામજનો દ્વારા વહેલી તકે આ બ્રિજનું નિર્માણ કાર્ય કરવા માંગ કરવામાં આવી છે.