ઘટના@અરવલ્લીઃ દૂધના ટેન્કરનુ પૈડું નિકળી ગયું, પલટી મારી જતાં દૂધ લેવા પડાપડી

અટલ સમાચાર, મહેસાણા કોરોના સંકટ વચ્ચે અનેક સ્થળે અકસ્માતના બનાવો ચાલુ રહે છે. આ સાથે આજ રોજ અરવલ્લીના મોડાસામાં હાઇવે પર દુર્ઘટના સામે આવી છે. મોડાસાના સાકરિયા નજીક એક દૂધના ટેન્કરે પલટી મારી હતી. આ દૂધનું ટેન્કર સાબરડેરીનું હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. ચાલતા ટેન્કરનું પૈડું નીકળી જતાં દૂધના ટેન્કરે
 
ઘટના@અરવલ્લીઃ  દૂધના ટેન્કરનુ પૈડું નિકળી ગયું, પલટી મારી જતાં દૂધ લેવા પડાપડી

અટલ સમાચાર, મહેસાણા

કોરોના સંકટ વચ્ચે અનેક સ્થળે અકસ્માતના બનાવો ચાલુ રહે છે. આ સાથે આજ રોજ અરવલ્લીના મોડાસામાં હાઇવે પર દુર્ઘટના સામે આવી છે. મોડાસાના સાકરિયા નજીક એક દૂધના ટેન્કરે પલટી મારી હતી. આ દૂધનું ટેન્કર સાબરડેરીનું હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. ચાલતા ટેન્કરનું પૈડું નીકળી જતાં દૂધના ટેન્કરે પલટી મારી હતી. સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

ઘટના@અરવલ્લીઃ  દૂધના ટેન્કરનુ પૈડું નિકળી ગયું, પલટી મારી જતાં દૂધ લેવા પડાપડી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામના કંપા હાઇવે ઉપર દૂધ ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ચાલું ટેન્કરમાં પૈડું નિકળી જતાં અકસ્માત સર્જોયો હતો. આ ઘટનાને પગલે ટેન્કરના ડ્રાઇવરને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ સાથે દૂધનું ટેન્કર પલટી જતાં લોકો દૂધ લેવા દોડ્યા હતા. લોકો મોટા મોટા દૂધના વાસણો લઇ દૂધ લેતા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ નહોંતી.