ઘટના@બેચરાજી: દુકાનમાલિકને બંધક બનાવી 75 હજારની લૂંટ કરી 3 ઇસમો ફરાર

અટલ સમાચાર, બેચરાજી બેચરાજીમાં અજાણ્યાં ઇસમોએ દુકાનમાં પ્રવેશ કરી વેપારીને બંધક બનાવી લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે બેચરાજીની એક દુકાનમાં 3 હીન્દીભાષી યુવકો મોઢાં ઉપર માસ્ક બાંધી મની ટ્રાન્સફર કરાવવા આવ્યાં હતા. જે બાદમાં બહાર નીકળી તરત ફરી એકવાર દુકાનમાં પ્રવેશ કરી ફરીયાદીને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. આ સાથે ફરીયાદીના
 
ઘટના@બેચરાજી: દુકાનમાલિકને બંધક બનાવી 75 હજારની લૂંટ કરી 3 ઇસમો ફરાર

અટલ સમાચાર, બેચરાજી

બેચરાજીમાં અજાણ્યાં ઇસમોએ દુકાનમાં પ્રવેશ કરી વેપારીને બંધક બનાવી લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે બેચરાજીની એક દુકાનમાં 3 હીન્દીભાષી યુવકો મોઢાં ઉપર માસ્ક બાંધી મની ટ્રાન્સફર કરાવવા આવ્યાં હતા. જે બાદમાં બહાર નીકળી તરત ફરી એકવાર દુકાનમાં પ્રવેશ કરી ફરીયાદીને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. આ સાથે ફરીયાદીના હાથ-પગ દોરી વડે બાંધી દુકાનના કાઉન્ટરમાંથી 75,550ની લૂંટ કરી ફરાર થઇ ગયાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજીના નીલકંઠ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાન નં-9માં લૂંટની ઘટના સામે આવી છે. બેચરાજીના દેથલી રોડ પરની અક્ષરધામ સોસાયટીમાં રહેતાં જેરામભાઇ કાનજીભાઇ ઓડે અજાણ્યા 3 ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ તેઓ પોતાની દુકાને હાજર હતા તે દરમ્યાન 3 અજાણ્યાં હીન્દી ભાષી માણસો પેન્ટ-શર્ટ પહેરેલ ઉ.વ.આશરે 20થી 30 વચ્ચેના મોઢાના ભાગે માસ્ક બાંધી દુકાનમાં પ્રવેશ્યાં હતા. જે બાદમાં રૂ.1,000નું મની ટ્રાન્સફર કરાવી દુકાન બહાર આવી ઉભા રહ્યા હતા.

આ દરમ્યાન અચાનક ફરીથી આરોપીઓએ દુકાનમાં પ્રવેશ કરી ફરીયાદી જેરામભાઇને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. જે બાદમાં ફરીયાદીના હાથ-પગ દોરી વડે બાંધી દઇ દુકાનના કાઉન્ટરમાંથી રોકડ રકમ રૂ. 75,550ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાને લઇ જેરામભાઇએ માસ્ક પહેરેલા 3 હીન્દીભાષી અજાણ્યાં યુવકો સામે ફરીયાદ નોંધાવી છે. બેચરાજી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 394, 114 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.