ઘટના@ભાભર: જર્જરીત ગ્રામ પંચાયતનું મકાન ધરાશાઇ, સદનસીબે જાનહાનિ ટળતાં રાહત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ભાભર પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક ગ્રામ પંચાયનું જર્જરીત મકાન ધરાશાઇ થયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વરસાદ વચ્ચે ગામની જર્જરીત ગ્રામ પંચાયત બિલ્ડીંગનું કામ પણ ચાલુ હતુ. આ દરમ્યાન ગઇકાલે મોડીરાત્રે અચાનક જર્જરીત મકાન ધડાકાભેર ધરાશાઇ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ નહીં સર્જાતાં લોકોએ
 
ઘટના@ભાભર: જર્જરીત ગ્રામ પંચાયતનું મકાન ધરાશાઇ, સદનસીબે જાનહાનિ ટળતાં રાહત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ભાભર પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક ગ્રામ પંચાયનું જર્જરીત મકાન ધરાશાઇ થયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વરસાદ વચ્ચે ગામની જર્જરીત ગ્રામ પંચાયત બિલ્ડીંગનું કામ પણ ચાલુ હતુ. આ દરમ્યાન ગઇકાલે મોડીરાત્રે અચાનક જર્જરીત મકાન ધડાકાભેર ધરાશાઇ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ નહીં સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ હવે મકાન ધરાશાઇ થતાં તેની અંદર પંચાયતના વહીવટી કાગળો અને તિજોરી સહિતનું દબાઇ ગયુ હોવાનું પણ સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@ભાભર: જર્જરીત ગ્રામ પંચાયતનું મકાન ધરાશાઇ, સદનસીબે જાનહાનિ ટળતાં રાહત

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના વડાણા ગામે જુની ગ્રામ પંચાયતનું મકાન ધરાશાઇ થતાં દોડધામના દ્રશ્યો સર્જાફયા હતા. વિગતો મુજબ વડાણા ગામે જુની ગ્રામ પંચાયત જર્જરીત હોઇ તેનું સમારકામ ચાલી રહ્યુ હતુ. જોકે ગઇકાલે મોડીરાત્રે એકાદ વાગ્યા આસપાસ અચાનક પંચાયતનું મકાન ધરાશાઇ થયુ હતુ. સ્થાનિક સૂત્રો મુજબ આ પંચાયતમાં તલાટી બેસીને વહીવટી કામગીરી કરતાં હતા. જોકે મોડીરાત્રે દુર્ઘટના બનતાં મોટી જાનહાની ટળી હતી. આ તરફ ઘટનાની જાણ થતાં જ સરપંચ-તલાટી સહિતના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઘટના@ભાભર: જર્જરીત ગ્રામ પંચાયતનું મકાન ધરાશાઇ, સદનસીબે જાનહાનિ ટળતાં રાહત