ઘટના@ભાવનગર: ગામની યુવતિ સાથે યુવકે બાંધ્યો શરીર સંબંધ, યુવતિના ભાઇઓએ ઢોર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વરતેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામના યુવકને તેના જ ગામની યુવતી સાથે પ્રેમસંબંધ હતા. જોકે, આ પ્રેમસંબંધ અંગે યુવતીના ભાઈને ખબર પડી જતાં હોબાળો મચી ગયો હતો. યુવતીના ભાઈએ પોતાની બહેનને પ્રેમ કરતા યુવકને ધમકાવ્યો હતો અને તેની બહેન સાથે સંબંધ રાખે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતીના
 
ઘટના@ભાવનગર: ગામની યુવતિ સાથે યુવકે બાંધ્યો શરીર સંબંધ, યુવતિના ભાઇઓએ ઢોર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વરતેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામના યુવકને તેના જ ગામની યુવતી સાથે પ્રેમસંબંધ હતા. જોકે, આ પ્રેમસંબંધ અંગે યુવતીના ભાઈને ખબર પડી જતાં હોબાળો મચી ગયો હતો. યુવતીના ભાઈએ પોતાની બહેનને પ્રેમ કરતા યુવકને ધમકાવ્યો હતો અને તેની બહેન સાથે સંબંધ રાખે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતીના ભાઈઓએ મારી નાંખવાની ધમકી આપતાં યુવકે પોલીસનું શરણ લીધું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાવનગર પંથકમાં હીરાની ઓફિસમાં કામ કરતા 22 વર્ષીય યુવકે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના જ ગામમાં રહેતી યુવતી સાથે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો. જે યુવતીના ભાઈઓને પસંદ ન હોય થોડા સમય પૂર્વે આ પ્રેમ સંબંધ પૂર્ણ કરી નાખ્યો હતો. આ પ્રેમસંબંધ મુદ્દે યુવતીના ભાઈઓએ સમાધાન માટે યુવકન વાડીએ બોલાવી ઢોર માર માર્યો હતો અને પછી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પોલીસ સમક્ષ તેણે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.