બનાવ@ભીલડી: બસ ઉપર અચાનક પથ્થરમારો, મુસાફરોનો આબાદ બચાવ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા-થરાદ હાઇવે પર એસ.ટી બસ ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઘટનામાં બસનો આગળના કાચને ભારે નુકશાન થયુ હતુ. જોકે સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો છે. પથ્થરમારાની ઘટનામાં બસને અંદાજીત 14,000નું નુકશાન થયુ હોવાથી ડ્રાઇવરે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
બનાવ@ભીલડી: બસ ઉપર અચાનક પથ્થરમારો, મુસાફરોનો આબાદ બચાવ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા-થરાદ હાઇવે પર એસ.ટી બસ ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઘટનામાં બસનો આગળના કાચને ભારે નુકશાન થયુ હતુ. જોકે સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો છે. પથ્થરમારાની ઘટનામાં બસને અંદાજીત 14,000નું નુકશાન થયુ હોવાથી ડ્રાઇવરે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા-થરાદ હાઇવે ઉપર રામપુર પાસે બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગઇકાલે મોડી રાત્રે વલસાડથી થરાદ આવી રહેલી એસટી બસ રામપુરા પાસે પહોંચ્યા બાદ બમ્પ હોવાથી ડ્રાઇવર જગતસિંહ ચૌહાણે બસની સ્પીડ ધીમી કરી હતી. આ દરમ્યાન અજાણ્યા ઇસમે બસ ઉપર પથ્થરમારો કરતા આગળનો કાચ તુટી ગયો હતો. ઘટનામાં ડ્રાઇવર-કંડક્ટર સહિત મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અજાણ્યા શખ્સે હુમલો કરતા બસનો કાચ તુટી જતા અંદાજે 14,000નું નુકશાન થયુ હતુ. સમગ્ર મામલે વલસાડ ડેપોના ડ્રાઇવર જગતસિંહ ચૌહાણે અજાણ્યા ઇસમ સામે ફરીયાદ નોંધાવી છે. ભીલડી પોલીસે આઇપીસીની કલમ 337 અને 427 મુજબ વધુ તપાસ હાથ ધરી છે.