ઘટના@ભિલોડા: સુનસર ધોધ ઉપર ચડી મજા માણતાં યુવકનો પગ લપસ્યો

અટલ સમાચાર, ભિલોડા કોરોના મહામારી વચ્ચે ભારે વરસાદ આવતા ભિલોડાના સુનસર ધોધ ખાતે આલ્હાદક દ્રશ્યો સર્જાયા છે. આ તરફ આ ધોધ ઉપર ચડી મજા માણતાં એક યુવકનો પગ લપસ્યો હોવાનું સામે આવ્યુ છે. જોકે પગ લપસતાં યુવક ઇજાગ્રસ્ત બન્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે. આ તરફ યુવકનો પગ લપસ્યો હોવાથી આસપાસના લોકો ઘટના
 
ઘટના@ભિલોડા: સુનસર ધોધ ઉપર ચડી મજા માણતાં યુવકનો પગ લપસ્યો

અટલ સમાચાર, ભિલોડા

કોરોના મહામારી વચ્ચે ભારે વરસાદ આવતા ભિલોડાના સુનસર ધોધ ખાતે આલ્હાદક દ્રશ્યો સર્જાયા છે. આ તરફ આ ધોધ ઉપર ચડી મજા માણતાં એક યુવકનો પગ લપસ્યો હોવાનું સામે આવ્યુ છે. જોકે પગ લપસતાં યુવક ઇજાગ્રસ્ત બન્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે. આ તરફ યુવકનો પગ લપસ્યો હોવાથી આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડામાં આવેલા સુનસર ધોધ પરથી યુવકનો પગ લપસ્યો હોવાની ઘટના સામે આવી છે. ભિલોડાના સુનસર ગામે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરતી માતાના મંદિરનો નજારો વધુ નયનરમ્ય બન્યો છે. ચોમાસાની શરૂઆત થતાં આ જગ્યાએ પ્રાકૃતિક ધોધ વહે છે. આવામાં લોકો આવા રમણીય માહોલમાં મજા માણવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે મજા માણવાની ખુશીમાં લોકો બેધ્યાન બની જતા હોવાથી અકસ્માત સર્જાતો હોય છે.

ઘટના@ભિલોડા: સુનસર ધોધ ઉપર ચડી મજા માણતાં યુવકનો પગ લપસ્યો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ભિલોડાના સુનસર ધોધ પરથી યુવકનો પગ લપસ્યો હતો. પગ લપસતા યુવક નીચે પટકાયો હતો. આમ, ધોધ ઉપર ચડીને મજા માણવી વડાલીના યુવાનને ભારે પડી છે. યુવાન પટકાતા વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવક નીચે પટકાયો ત્યારે ધોધ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ધરતી માતાના મંદિર નજીક ડુંગરાળની ટોચે આવેલ તળાવના વહેતા પાણી 500 ફુટ એટલે કે આશરે પાંચ માળની બીલ્ડીંગની ઉંચાઈએ થી ધરતીની ગોદમાં પડતાં સર્જાયેલા આ ધોધને જોવા પણ એક લ્હાવો ગણાય છે.