ઘટના@ભિલોડા: નાસતો ફરતો આરોપી ઝડપાયાના કલાકોમાં પોલીસ સ્ટેશનથી જ ભાગ્યો, શોધખોળ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા ભિલોડા પોલીસે નાસતાં ફરતાં આરોપીને ઝડપ્યાંના કલાકોમાં જ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થઇ જતાં હડકંપ મચી ગયો છે. બુધવારે વીરપુર ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ દરમ્યાન ઈ-ગુજકોપ પોકેટકોપ મદદથી પસાર થઇ રહેલા ગાંધીનગર ભાટ ગામના નામચીન બુટલેગર સંદીપ ઉર્ફે મોન્ટુ મોહનભાઇ ચાવડાને ઝડપી લીધો હતો. જોકે તેની અટક કરી ભિલોડા
 
ઘટના@ભિલોડા: નાસતો ફરતો આરોપી ઝડપાયાના કલાકોમાં પોલીસ સ્ટેશનથી જ ભાગ્યો, શોધખોળ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

ભિલોડા પોલીસે નાસતાં ફરતાં આરોપીને ઝડપ્યાંના કલાકોમાં જ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થઇ જતાં હડકંપ મચી ગયો છે. બુધવારે વીરપુર ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ દરમ્યાન ઈ-ગુજકોપ પોકેટકોપ મદદથી પસાર થઇ રહેલા ગાંધીનગર ભાટ ગામના નામચીન બુટલેગર સંદીપ ઉર્ફે મોન્ટુ મોહનભાઇ ચાવડાને ઝડપી લીધો હતો. જોકે તેની અટક કરી ભિલોડા લીસના જાપ્તા હેઠળ રાખી તેની પુછપરછ કરાઇ હતી. આ તરફ સાંજના સમયે આરોપી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલો ગાંધીનગરના ભાટ ગામનો બુટલેગર સંદીપ ઉર્ફે મોન્ટુ ચાવડા નાસતો ફરતો હતો. આ તરફ ભિલોડા પોલીસે વીરપુર ત્રણ રસ્તા પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા સંદીપ ઉર્ફે મોન્ટુને વાહન ચેકીંગ દરમ્યાન ઈ-ગુજકોપ પોકેટકોપની મદદથી દબોચી લઈ બુધવારે 03:30 કલાકે અટક કરી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. જોકે સાંજના 7 વાગ્યાના સુમારે પૂછપરછ માટે લોકઅપમાંથી બહાર કાઢી પોલીસે સઘન પૂછપરછ કરતી હતી. આ દરમ્યાન પોલીસની બેદરકારી કે બેધ્યાન વચ્ચે આરોપી સ્કોડા કારમાં ફરાર થઇ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટનાને લઇ પોલીસવડા સંજય ખરાતે પોલીસ જાપ્તામાંથી ફરાર બુટલેગરને ઝડપી પાડવા LCB, SOG અને પેરોલ ફર્લો સહીત અલગ-અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરાવી છે. આ તરફ ઘટનાને લઇ ભિલોડા પોલીસ મથકના કિરણસિંહ રાજપુતે ફરાર આરોપી અને તેની મદદગારી કરનાર સ્કોડા ચાલક સામે આઇપીસની કલમ 224, 225 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. હાલ તો જીલ્લાભરની પોલીસ ફરાર આરોપીને શોધવા દોડધામમાં લાગી છે.