ઘટના@બાયડ: ઝાડ પર ગળેફાંસો ખાઇ પ્રેમીપંખીડાએ આપઘાત કરી લેતાં ચકચાર

અટલ સમાચાર, બાયડ કોરોના મહામારી વચ્ચે બાયડમાં પ્રેમી-પંખીડાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારના સમયે બંને ખેતરમાં ઝાડ સાથે દોરડું બાંધી આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ તરફ મૃતકોના પરિવારજનોને જાણ થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને
 
ઘટના@બાયડ: ઝાડ પર ગળેફાંસો ખાઇ પ્રેમીપંખીડાએ આપઘાત કરી લેતાં ચકચાર

અટલ સમાચાર, બાયડ

કોરોના મહામારી વચ્ચે બાયડમાં પ્રેમી-પંખીડાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારના સમયે બંને ખેતરમાં ઝાડ સાથે દોરડું બાંધી આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ તરફ મૃતકોના પરિવારજનોને જાણ થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને લઇ બાયડ પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના પીપોદરા અને લહેરીપુરા ગામના પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. બંને યુવક-યુવતિએ ખેતરમાં જ ઝાડ સાથે દોરડું બાંધી બન્ને સજોડે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. બાયડ પોલીસે બંને મૃતક યુવક-યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોતાની લગ્ન કરવાની બાબતે સમાજ નહીં સ્વીકારે એવા ડરથી બંને પોતાના ઘરેથી નીકળી ગયા હતા. આ દરમ્યાન બંનેના પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. આ તરફ જૂના પીપોદરા ગામની સીમમાં ખેતર નજીક વૃક્ષ ઉપર યુવક અને યુવતી લટકેલી હાલતમાં મળી આવ્યા હોવાની જાણ થતાં પરિવારજનોએ તપાસ કરતાં બંને દોરડા વડે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.