ઘટના@બાયડ: વહેલી સવારે સગીરાને ગામનો જ ઇસમ લગ્નની લાલચે ભગાડી ગયો, પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, બાયડ કોરોના કહેર વચ્ચે બાયડ તાલુકાના ગામેથી ઇસમ સગીરાને ભગાડી ગયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ બાયડ તાલુકાના ગામની સગીરા વહેલી સવારે કુદરતી હાજતે ગયા બાદ પરત ફરી ન હતી. જેથી પરિવારજનોએ પ્રથમ ગામમાં તપાસ કર્યા બાદ સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી. આ દરમ્યાન ગામનો
 
ઘટના@બાયડ: વહેલી સવારે સગીરાને ગામનો જ ઇસમ લગ્નની લાલચે ભગાડી ગયો, પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, બાયડ

કોરોના કહેર વચ્ચે બાયડ તાલુકાના ગામેથી ઇસમ સગીરાને ભગાડી ગયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ બાયડ તાલુકાના ગામની સગીરા વહેલી સવારે કુદરતી હાજતે ગયા બાદ પરત ફરી ન હતી. જેથી પરિવારજનોએ પ્રથમ ગામમાં તપાસ કર્યા બાદ સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી. આ દરમ્યાન ગામનો તેમનો પાડોશી યુવક પણ ગાયબ હોઇ તે જ પોતાની દીકરીને ભગાડી ગયો હોવાનો વિશ્વાસ આવતાં તેની સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે આંબલિયારા પોલીસે ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના એક ગામેથી ઇસમ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયાનું સામે આવ્યુ છે. ગામમાં મજૂરી કરી ગુજરાન ચલાવતાં પરિવારની 14 વર્ષિય સગીર દીકરી વહેલી સવારે કુદરતી હાજતે ગઇ હતી. જોકે ઘણો સમય વિતવા છતાં તે પરત નહીં આવતાં સગીરાના પરિવારે શોધખોળ કરી હતી. આમ છતાં સગીરા નહીં મળતાં તેમના સગા-સંબંધીઓને ત્યાં પણ સગીરાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આ તરફ તેમની પડોશમાં રહેતો મહેશ કોદરભાઇ પરમાર પણ તેના ઘરેથી ક્યાંક જતો રહ્યો હોવાનું ખુલ્યુ હતુ. જેથી તપાસને અંતે સગીરાને તે જ ઇસમ ભગાડી ગયાનો વિશ્વાસ આવતાં ઇસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અરવલ્લી જીલ્લામાં વધુ એક સગીરાને લગ્નની લાલચે ભગાડી જવાની ઘટના સામે આવી છે. ગત 22 જૂનના રોજ સગીરા સવારે કુદરતી હાજતે ગયા બાદ પરત ફરી ન હતી. જેથી તપાસ કરતાં ગામનો ઇસમ સગીરાને લગ્નની લાલચે અથવા જારકર્મ કરવાના ઇરાદે ભગાડી ગયાનું માની યુવતિના પિતાએ ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે આંબલિયારા પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી 363, 366 અને પોક્સો એક્ટની કલમ 12 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.