ઘટના@ચાણસ્મા: યુવતિ સાથે જબરજસ્તી સંબંધ રાખવા પ્રેમી બન્યો આક્રમક, અંતે ફરીયાદ દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા ચાણસ્મા તાલુકાના ગામે પૂર્વ પ્રેમીએ પ્રેમિકા સાથે જબરજસ્તી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગામની યુવતિને અન્ય ગામના યુવક સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. જોકે યુવતિની સગાઇ કરવાની હોવાની તેને યુવકને બોલાવવાનું બંધ કરી સંબંધનો અંત લાવી દીધો હતો. જે બાદમાં અચાનક ગત તા.11 જુલાઇના
 
ઘટના@ચાણસ્મા: યુવતિ સાથે જબરજસ્તી સંબંધ રાખવા પ્રેમી બન્યો આક્રમક, અંતે ફરીયાદ દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા

ચાણસ્મા તાલુકાના ગામે પૂર્વ પ્રેમીએ પ્રેમિકા સાથે જબરજસ્તી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગામની યુવતિને અન્ય ગામના યુવક સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. જોકે યુવતિની સગાઇ કરવાની હોવાની તેને યુવકને બોલાવવાનું બંધ કરી સંબંધનો અંત લાવી દીધો હતો. જે બાદમાં અચાનક ગત તા.11 જુલાઇના રોજ યુવતિના ગામમાં ગાડી લઇને પહોંચી ગયો હતો. જ્યાં યુવતિના માતા-પિતાની હાજરીમાં માર મારવાનો પ્રયાસ કરી ગાળાગાળી કરી હતી. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ ચાણસ્મા પોલીસ મથકે નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ગામની યુવતિને પૂર્વ પ્રેમીએ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ચાણસ્મા તાલુકાના ગામની 20 વર્ષિય યુવતિ અગાઉ કોલેજના પ્રથમ વર્ષમાં હોઇ લણવા ગામના રાવલ રોનક નામના ઇસમના સંપર્કમાં આવી હતી. જે બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ પ્રાંગર્યો હતો. આ તરફ યુવતિએ પોતાની ઇચ્છાથી ઇસમ સાથે સંબંધોનો અંત કરી નાંખ્યો હતો. જે બાદમાં યુવતિ ગત તા.11 જુલાઇના રોજ ગામની હાઇસ્કૂલમાં પ્રોગ્રામ હોઇ પરિવાર સાથે પહોંચી હતી. જ્યાં આરોપી ઇસમ પણ રાત્રીના સમયે ગાડી લઇને પહોંચી યુવતિ સાથે સંબંધ રાખવાને લઇ ગાળાગાળી કરી હતી.

ઘટના@ચાણસ્મા: યુવતિ સાથે જબરજસ્તી સંબંધ રાખવા પ્રેમી બન્યો આક્રમક, અંતે ફરીયાદ દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાત્રે ગાડી લઇ પહોંચેલાં ઇસમે યુવતિને માર મારવાનો પ્રયાસ કરતાં તેના માતા-પિતા વચ્ચે પડી બચાવી હતી. જે બાદમાં ઇસમે ગાળાગાળી કરી હવે પછી કોઇપણ જગ્યાએ સામે મળીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઇ ડરી ગયેલા પરિવારે ઘટના બન્યાના ત્રીજા દિવસે ચાણસ્મા પોલીસનો સહારો લીધો હતો. સમગ્ર મામલે ચાણસ્મા પોલીસે આરોપી ઇસમ વિરૂધ્ધ આઇપીસી કલમ 504, 506(2), 294(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.