ઘટના@છોટાઉદેપુર: શિક્ષકે આચાર્યની ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો

અટલ સમાચાર, ડેસ્ક નસવાડી તાલુકાના લિંડા મૉડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠીયાની હત્યા થઈ છે. હત્યા બીજા કોઈએ નહીં પરંતુ કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠીયાએ કરી છે. બંને શિક્ષક એક જ સોસાયટી એટલે કે રામદેવ સોસાયટીમાં રહે છે. પીડિત શિક્ષકની પત્નીના આક્ષેપ પ્રમાણે ભરત પીઠીયા મોટો છરો લઈને આવ્યો હતો અને તેમના પતિ પર હુમલો
 
ઘટના@છોટાઉદેપુર: શિક્ષકે આચાર્યની ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો

અટલ સમાચાર, ડેસ્ક

નસવાડી તાલુકાના લિંડા મૉડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠીયાની હત્યા થઈ છે. હત્યા બીજા કોઈએ નહીં પરંતુ કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠીયાએ કરી છે. બંને શિક્ષક એક જ સોસાયટી એટલે કે રામદેવ સોસાયટીમાં રહે છે. પીડિત શિક્ષકની પત્નીના આક્ષેપ પ્રમાણે ભરત પીઠીયા મોટો છરો લઈને આવ્યો હતો અને તેમના પતિ પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં આરોપી શિક્ષકે પીડિત શિક્ષકની પત્ની અને દીકરી પર પણ છરાથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા શિક્ષકની પત્ની અને દીકરીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હત્યા બાદ આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે નસવાડીના રામદેવનગરમાં રહેતા લિન્ડા મૉડલ શાળામાં મેરામણભાઈ પીઠીયા પાંચ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતાં હતા. તેઓ પોતાના પરિવાર સાથે નસવાડીમાં રામદેવનગર સોસાયટીમાં રહેતા હતા. જ્યારે તેમનો પિતરાઈ ભાઈ નસવાડી તાલુકાના કોલંબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે.

ઘટના@છોટાઉદેપુર: શિક્ષકે આચાર્યની ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો
file photo

સુત્રોએ જણવ્યુ હતું કે, બંને પિતરાઈ પડોશમાં જ રહેતા હતા. હત્યાના 12 કલાક પહેલા જ બંનેએ સાથે ભોજન પણ કર્યું હતું. આ ઘટનામાં ઘાયલ પીડિતની પુત્રી અને પત્નીની હાલ બોડેલી ખાતે સારવાર ચાલી રહી છે. નસવાડી પોલીસ આ કેસમાં મૃતકની પત્નીની ફરિયાદ લઇ કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ પીઠીયાને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે.