ઘટના@દાહોદ: દુકાનના બાંધકામ દરમ્યાન દિવાલ ધરાશાઇ થતાં 2 કામદારો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, દાહોદ (નઇમ મુન્ડા) કોરોના મહામારી વચ્ચે આજે દાહોદમાં એક દુકાનના બાંધકામ દરમ્યાન દિવાલ ધરાશાઇ થઇ હોવાનું સામે આવ્યુ છે. આજે સવારે શહેરની એક દુકાનમાં બાંધકામ ચાલી રહ્યુ હતુ. આ દરમ્યાન અચાનક દિવાલ ધરાશાઇ થતાં લોકોમાં નાસભાગ મચી હતી. જોકે આ ઘટનામાં બે કામદારોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
 
ઘટના@દાહોદ: દુકાનના બાંધકામ દરમ્યાન દિવાલ ધરાશાઇ થતાં 2 કામદારો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, દાહોદ (નઇમ મુન્ડા)

કોરોના મહામારી વચ્ચે આજે દાહોદમાં એક દુકાનના બાંધકામ દરમ્યાન દિવાલ ધરાશાઇ થઇ હોવાનું સામે આવ્યુ છે. આજે સવારે શહેરની એક દુકાનમાં બાંધકામ ચાલી રહ્યુ હતુ. આ દરમ્યાન અચાનક દિવાલ ધરાશાઇ થતાં લોકોમાં નાસભાગ મચી હતી. જોકે આ ઘટનામાં બે કામદારોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@દાહોદ: દુકાનના બાંધકામ દરમ્યાન દિવાલ ધરાશાઇ થતાં 2 કામદારો ઇજાગ્રસ્ત

દાહોદ શહેરના પડાવ ખાતે આવેલા ભરચક વિસ્તારમાં કથીરિયા બજારમાં એક દુકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન આજે સવારે અચાનક બાજુમાં આવેલી દુકાનની દીવાલ ધરાશાઈ થતાં ઘડીભર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. દુકાનના બાંધકામમાં ચારથી પાંચ શ્રમિકો કામ કરી રહ્યા હતા. જેમાંથી બે શ્રમિકોને નાનીમોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્રારા સારવાર માટે દાહોદના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શહેર પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.