ઘટના@દાંતા: દબાણ હટાવ કામગીરી વચ્ચે વીજ થાંભલો પડતાં પોલીસકર્મી ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, દાંતા કોરોના મહામારી વચ્ચે આજે દાંતા તાલુકાના ગામે દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન અચાનક વીજ થાંભલો ધરાશાઇ થતાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાને લઇ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સ્થાનિકો ચર્ચાઓ મુજબ દબાણની કામગીરીમાં પણ વ્હાલા-દવલાની નીતિ અપનાવાઇ રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા
 
ઘટના@દાંતા: દબાણ હટાવ કામગીરી વચ્ચે વીજ થાંભલો પડતાં પોલીસકર્મી ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, દાંતા

કોરોના મહામારી વચ્ચે આજે દાંતા તાલુકાના ગામે દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન અચાનક વીજ થાંભલો ધરાશાઇ થતાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાને લઇ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સ્થાનિકો ચર્ચાઓ મુજબ દબાણની કામગીરીમાં પણ વ્હાલા-દવલાની નીતિ અપનાવાઇ રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

ઘટના@દાંતા: દબાણ હટાવ કામગીરી વચ્ચે વીજ થાંભલો પડતાં પોલીસકર્મી ઇજાગ્રસ્ત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના કુડેલ ગામે વીજ થાંભલો ધરાશાઇ થતાં પોલીસકર્મી ઇજાગ્રસ્ત બન્યા છે. આજે તાલુકા વિકાસ અધિકારીની ટીમ પોલીસ કાફલા સાથે કુડેલ ગામે દબાણ હટાવ કામગીરી માટે પહોંચી હતી. જ્યાં શેરીમાં દબાણની કામગીરીમાં આક્ષેપોની ચર્ચા વચ્ચે અચાનક વીજ થાંભલો ધરાશાઇ થયો હતો. આ દરમ્યાન ત્યાં ઉભા રહેલા પોલસકર્મીને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.