ઘટના@દાંતા: ડેરી આગળ સાફ-સફાઇ દરમ્યાન તકરાર, સામસામે ફરીયાદમાં કુલ 12 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, દાંતા દાંતા તાલુકાના ગામે ડેરીના નવિન મકાનમાં પૈસાના ખર્ચને લઇ બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જે બાદમાં હવે બંને પક્ષે સામસામે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઇકાલે સવારના સમયે ડેરીના નવિન મકાન આગળ સાફ-સફાઇ દરમ્યાન બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. જે બાદમાં મામલો ઉગ્ર બનતાં
 
ઘટના@દાંતા: ડેરી આગળ સાફ-સફાઇ દરમ્યાન તકરાર, સામસામે ફરીયાદમાં કુલ 12 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, દાંતા

દાંતા તાલુકાના ગામે ડેરીના નવિન મકાનમાં પૈસાના ખર્ચને લઇ બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જે બાદમાં હવે બંને પક્ષે સામસામે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઇકાલે સવારના સમયે ડેરીના નવિન મકાન આગળ સાફ-સફાઇ દરમ્યાન બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. જે બાદમાં મામલો ઉગ્ર બનતાં બંનેએ એકબીજાને ગડદાપાટુંનો માર માર્યો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના ગંગવા ગામે તાજેતરમાં જ ડેરીના નવિન મકાનનું બાંધકામ કરવામાં આવ્યુ હતુ. ગામના નાથાભાઇ પટેલે નોંધાવેલી ફરીયાદ મુજબ, તેઓ અને સાહેદો ડેરીના મકાન આગળ સાફ-સફાઇ કરી રહ્યાં હતા. આ દરમ્યાન આરોપીઓએ આવીને કહેલ કે, ડેરીના નવા મકાનના રૂ.પ,૦૦,૦૦૦ લેવાના છે તે પાછી આપીને પછી જ ડેરીમાં પગ મુકજે. જે બાદમાં ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હોવાનું અને તેમની કારનો કાચ તોડી નુકશાશ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. જેને લઇ નાથાભાઇએ સંદીપભાઇ, કાનજીભાઇ, ભાવેશભાઇ અને આશીષભાઇ પટેલના નામજોગ આઇપીસી 323, 294(b), 506(2), 427, 114 અને જીપીએ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@દાંતા: ડેરી આગળ સાફ-સફાઇ દરમ્યાન તકરાર, સામસામે ફરીયાદમાં કુલ 12 આરોપી

ઘટના@દાંતા: ડેરી આગળ સાફ-સફાઇ દરમ્યાન તકરાર, સામસામે ફરીયાદમાં કુલ 12 આરોપી

આ તરફ ગામના સંદીપભાઇએ નોંધાવેલ ફરીયાદ મુજબ આરોપીઓ ડેરી આગળ સાફ-સફાઇ કરી રહ્યાં હતા. જ્યાં ફરીયાદી સહિતનાએ જઇને કહેલ કે, આ મકાન બનાવેલ તે વખતે મે મારા પોતાના રૂપિયા પણ ઉમેરી બનાવેલ છે. જે રૂપિયા મારે લેવાના બાકી છે તે મની આપી પછી નવીન ડેરી અહીં લાવો. જેથી આરોપીઓએ ઉશ્કેરાઇ જઇને કહેલ કે, અમો તને કોઇ રૂપિયા આપવાના નથી તારાથી થાય તે કરી લે. તેમ કહી આરોપીઓએ ફરીયાદી સહિતનાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઇ સંદીપકુમારે ધીરજભાઇ, લાલજીભાઇ, નાથાભાઇ, જીગ્નેશભાઇ, સરદારભાઇ, કિરણભાઇ, વાલજીભાઇ અન દલજીભાઇ પટેલ સામે દાંતા પોલીસ મથકે ફરીયાદ આપી છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસી 143, 147, 323, 294(b), 506(2) અને જીપીએ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.