ઘટના@દ્રારકા: વીજપોલ તુટતાં 10થી વધુ અબોલ પશુઓના મોત, પશુપાલકનો બચાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક ગામે ગોઝારી ઘટના સામે આવી છે. જેટકો કંપનીનો વીજપોલ ધરાશાયી થતા 12 જેટલા અબોલ પશુઓના મોત થયું છે. અને સંખ્યાબંધ પશુઓ ઘાયલ થયા છે. જોકે ઘેટાંના માલિકએ પણ પોતાનો જાવ બચાવીને ભાગવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અટલ સમાચાર
 
ઘટના@દ્રારકા: વીજપોલ તુટતાં 10થી વધુ અબોલ પશુઓના મોત, પશુપાલકનો બચાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક ગામે ગોઝારી ઘટના સામે આવી છે. જેટકો કંપનીનો વીજપોલ ધરાશાયી થતા 12 જેટલા અબોલ પશુઓના મોત થયું છે. અને સંખ્યાબંધ પશુઓ ઘાયલ થયા છે. જોકે ઘેટાંના માલિકએ પણ પોતાનો જાવ બચાવીને ભાગવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર ખાતે જેટકો કંપનીનો વીજપોલ અચાનક ધરાશાયી થયો હતો. ત્યાં માલધારી પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યો હતો. આ ભારેભરખમ વીજપોલ માલધારીના ઘેટા બકરા ઉપર પડતા 12 જેટલા અબોલ પશુઓના મોત નીપજ્યા હતા. ખાનગી કંપનીની ઘોર બેદરકારીના કારણે વીજપોલ પડવાથી 12 અબોલ ઘેટાંઓના મોત નીપજ્યા છે. અને સંખ્યા બંદ પશુઓ ઘાયલ થયા છે. જેને લઇ માલધારીને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ઘેટા-બકરા ચરાવનારા પશુઓના માલિક રાજુભાઇ પરબત તથા પરીવાર પણ ઘટના સમયે પશુઓ સાથે હતો. સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે.