ઘટના@ડીસા: 7 ફૂટ લાંબો અજગર દેખાતાં ભયનો માહોલ, વનવિભાગે રેસ્ક્યું કરી જંગલમાં છોડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોનાકાળ વચ્ચે ડીસા તાલુકાના ગામે અજગર દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે બાદમાં વનવિભાગની ટીમે રેસ્ક્યું કરી અજગરને પકડી સલામત રીતે જંગલમાં છોડી મુકતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે સવારના સમયે અચાનક ગામ નજીકની કેનાલમાંથી અજગર બહાર આવતાં રાહદારીઓ સહિતના ચોંકી ઉઠ્યાં હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
ઘટના@ડીસા: 7 ફૂટ લાંબો અજગર દેખાતાં ભયનો માહોલ, વનવિભાગે રેસ્ક્યું કરી જંગલમાં છોડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોનાકાળ વચ્ચે ડીસા તાલુકાના ગામે અજગર દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે બાદમાં વનવિભાગની ટીમે રેસ્ક્યું કરી અજગરને પકડી સલામત રીતે જંગલમાં છોડી મુકતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે સવારના સમયે અચાનક ગામ નજીકની કેનાલમાંથી અજગર બહાર આવતાં રાહદારીઓ સહિતના ચોંકી ઉઠ્યાં હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ નજીક અજગર જોવા મળ્યો હતો. લગભગ સાતેક ફૂટ લાંબા અજગરને જોવા માટે સ્થાનિકો સહિત આસપાસના લોકો ડર સાથે એકઠાં થયેલાં જોવા મળ્યાં હતા. આ તરફ સ્થાનિકોએ સદભાવના ફાઉન્ડેશન અને વનવિભાગને ટીમને જાણ કરી હતી. જે બાદમાં ફોરેસ્ટ વિભાગ દ્રારા અજગરને પકડી જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો.

ઘટના@ડીસા: 7 ફૂટ લાંબો અજગર દેખાતાં ભયનો માહોલ, વનવિભાગે રેસ્ક્યું કરી જંગલમાં છોડ્યો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાતેક ફૂટ લાંબો અજગર કેનાલમાંથી નીકળી લીમડાના ઝાડ પર ચડી ગયો હતો. આ તરફ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે વનવિભાગની ટીમે સલામત રીતે અજગરનું રેસ્ક્યું કરી તેને ઝડપી લીધો હતો. જે બાદમાં અજગરને જંગલ વિસ્તારમાં સલામત રીતે છોડી મુક્યો હોવાનું સામે આવ્યુ છે.