ઘટના@ડીસા: હાઇવે પર કાર ડીવાઇડર પર ચડી જતાં અકસ્માત, ચાલક ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના કાળ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલે રાત્રે જૂનાડીસાથી ડીસા વચ્ચે એક માર્ગ અકસ્માતની ઘટનામાં કાર ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. સ્વિફ્ટ કારનો ચાલક ગાડી લઇ જુનાડીસાથી ડીસા તરફ આવી રહ્યો હતો. આ દરમ્યાન ડીવાઇડર પર કોઇ પ્રકારના રેડિયમ લગાવેલા ન હોવાથી કાર ડીવાઇડર પર ચડી
 
ઘટના@ડીસા: હાઇવે પર કાર ડીવાઇડર પર ચડી જતાં અકસ્માત, ચાલક ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના કાળ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલે રાત્રે જૂનાડીસાથી ડીસા વચ્ચે એક માર્ગ અકસ્માતની ઘટનામાં કાર ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. સ્વિફ્ટ કારનો ચાલક ગાડી લઇ જુનાડીસાથી ડીસા તરફ આવી રહ્યો હતો. આ દરમ્યાન ડીવાઇડર પર કોઇ પ્રકારના રેડિયમ લગાવેલા ન હોવાથી કાર ડીવાઇડર પર ચડી ગઇ હોવાનુ સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના જૂનાડીસાથી ડીસા તરફ આવતી વખતે કારચાલકને અકસ્માત નડ્યો હતો. ગત રાત્રે એક કારચાલક સ્વિક્ટ ગાડી લઇને નેશનલ હાઇવે નં-૭ પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક હાઇવે પર તેમની કાર ડીવાઇડર પર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. વાહનચાલકોનો આક્ષેપ છે કે, ડિવાઇડર પર રેડિયમ લગાવેલા ન હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે. આ તરફ અકસ્માતની ઘટનામાં ચાલક ઇજાગ્રસ્ત બનતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.