ઘટના@ડીસા: ઓવરબ્રિજના કામ દરમ્યાન ક્રેઇન પડી, સદનસીબે જાનહાનિ ટળી

અટલ સમાચાર,ડીસા કોરોના મહામારી વચ્ચે આજે સવારે ડીસા શહેરમાં બ્રિજના કામકાજ દરમ્યાન ક્રેઇન ઊંધી પડી હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ નહિ સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ શહેરીજનોના આક્ષેપ છે કે, ખાનગી કન્સ્ટ્રક્શન દ્રારા ચાલતાં બ્રિજના કામમાં કોઇ પ્રકારની સાવચેતી રાખવામાં આવતી નથી. તો અગાઉ પણ ક્રેઇનના લીધે અકસ્માત
 
ઘટના@ડીસા: ઓવરબ્રિજના કામ દરમ્યાન ક્રેઇન પડી, સદનસીબે જાનહાનિ ટળી

અટલ સમાચાર,ડીસા

કોરોના મહામારી વચ્ચે આજે સવારે ડીસા શહેરમાં બ્રિજના કામકાજ દરમ્યાન ક્રેઇન ઊંધી પડી હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ નહિ સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ શહેરીજનોના આક્ષેપ છે કે, ખાનગી કન્સ્ટ્રક્શન દ્રારા ચાલતાં બ્રિજના કામમાં કોઇ પ્રકારની સાવચેતી રાખવામાં આવતી નથી. તો અગાઉ પણ ક્રેઇનના લીધે અકસ્માત સર્જાઇ ચુક્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@ડીસા: ઓવરબ્રિજના કામ દરમ્યાન ક્રેઇન પડી, સદનસીબે જાનહાનિ ટળી

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરના ગાયત્રી મંદીર પાસે આજે સવારે ક્રેઇન ઊંધી પડી હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં ખાનગી ક્રન્સ્ટ્રક્શન કંપની દ્રારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ તરફ ક્રેઇન ઊંધી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાનગી ક્રન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂરો માસ્ક અને સેફ્ટી વગર કામ કરતાં હોવાના પણ સ્થાનિકો તરફથી આક્ષેપો થઇ રહ્યા છે. જોકે આજે સર્જાયેલી ઘટનામાં કોઇ જાનહાનિ નહિ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘટના@ડીસા: ઓવરબ્રિજના કામ દરમ્યાન ક્રેઇન પડી, સદનસીબે જાનહાનિ ટળી