ઘટના@ડીસા: મહિલાની માલિકીની જમીનમાં પ્રવેશ કરી ગેરકાયદેસર કબજો કર્યો, 4 સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા તાલુકાના ગામે મહિલાએ જમીન ખરીદ્યા બાદ ઇસમોએ ગેરકાયદેસર કબજો કર્યાની ઘટના સામે આવી છે. આ સાથે ઇસમોએ તે જમીનમાં અનઅધિકૃત ઘરમાં વિજ જોડાણ પણ ફીટ કરાવ્યુ હતુ. સમગ્ર મામલે મહિલાએ બનાસકાંઠા કલેક્ટરમાં અરજી કરતાં કલેક્ટરે કચેરીએથી ફરીયાદ કરવાની જાણ થતાં મહિલાએ 3 પુરૂષ અને 1 મહિલા સહિત કુલ 4
 
ઘટના@ડીસા: મહિલાની માલિકીની જમીનમાં પ્રવેશ કરી ગેરકાયદેસર કબજો કર્યો, 4 સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા તાલુકાના ગામે મહિલાએ જમીન ખરીદ્યા બાદ ઇસમોએ ગેરકાયદેસર કબજો કર્યાની ઘટના સામે આવી છે. આ સાથે ઇસમોએ તે જમીનમાં અનઅધિકૃત ઘરમાં વિજ જોડાણ પણ ફીટ કરાવ્યુ હતુ. સમગ્ર મામલે મહિલાએ બનાસકાંઠા કલેક્ટરમાં અરજી કરતાં કલેક્ટરે કચેરીએથી ફરીયાદ કરવાની જાણ થતાં મહિલાએ 3 પુરૂષ અને 1 મહિલા સહિત કુલ 4 ઇસમો સામે ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ડીસા રૂરલ પોલીસે 4 ઇસમો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રસાણા મોટા ગામે ઇસમો પાસેથી જમીન ખરીદ્યા બાદ પણ મહિલાની જમીન પણ ઇસમોએ કબજો કર્યાની ઘટના સામે આવી છે. ડીસાના શિવમ બંગ્લોઝમાં રહેતાં દક્ષાબેન વાસુદેવભાઇ ઠાકર ખેતી તથા સ્ટેમ્પ વેન્ડરનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત દિવસોએ તેમણે રસાણા મોટા ગામેની સર્વે નં. 4/2 પૈકી 2 નવો સર્વે નં.891ની એ.1-13 ગુંઠા જમીન કિર્તિલાલા ગણપતલાલ વિગેરે પાસેથી ખરીદી હતી. જોકે ગામના ચાર વ્યક્તિઓએ જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો હોવાનું ધ્યાને આવતાં મહિલાએ ડીસા રૂરલ પોલીસ મથકે અરજી આપી હતી.

ઘટના@ડીસા: મહિલાની માલિકીની જમીનમાં પ્રવેશ કરી ગેરકાયદેસર કબજો કર્યો, 4 સામે ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં ફરી એકવાર જમીન પચાવી પાડવાની ઘટના સામે આવી છે. રસાણા મોટા ગામના ઠાકોર ધારજીજી તલાજી, ઠાકોર ઓધારજી તલાજી, ઠાકોર વસંતાબેન રમેશજી અને ઠાકોર પરબતજી તલાશીએ ગેરકાયદેસર જમીનમાં પ્રવેશ કરી કબજો કર્યો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ તરફ ગત તા.1-9-2020ના રોજ પોલીસમાં અરજી આપતાં ઇસમોએ કબૂલ્યુ હતુ કે, તમારી જમીન અમો તમોને સોંપી દઇશુ. આ તરફ કલેક્ટરમાં અરજી કર્યા બાદ કચેરીથી મળેલાં પત્રને લઇ મહિલાએ ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ડીસા રૂરલ પોલીસે ચાર ઇસમ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદોની કલમ 4(3), 5(b), 5(c), 5(e) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.