ઘટના@ડીસા: રાજસ્થાનના ડ્રાઇવરને માર મારી ફોન-રોકડ-કારની લૂંટ કરી શખ્સો ફરાર

અટલ સમાચાર, ડીસા કોરોના મહામારી વચ્ચે શિરોહીથી ડ્રાઇવરને ફોસલાવી તેની કાર સાથે અપહરણ કરી લૂંટ કરાઇ હોવાની ફરીયાદ ડીસા રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે. ગઇકાલે શિરોહીથી સ્વિફ્ટના ચાલકને પાલનપુર હોસ્પિટલ જવાનું કહી ગાડી ભાડે કરી હતી. જે બાદમાં કુલ ચાર વ્યક્તિ તેમની કારમાં બેસી અને પાલનપુર આવતાં દરમ્યાન વચ્ચે રસ્તામાં ચાલકને મૂઢ માર મારી લૂંટ
 
ઘટના@ડીસા: રાજસ્થાનના ડ્રાઇવરને માર મારી ફોન-રોકડ-કારની લૂંટ કરી શખ્સો ફરાર

અટલ સમાચાર, ડીસા

કોરોના મહામારી વચ્ચે શિરોહીથી ડ્રાઇવરને ફોસલાવી તેની કાર સાથે અપહરણ કરી લૂંટ કરાઇ હોવાની ફરીયાદ ડીસા રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે. ગઇકાલે શિરોહીથી સ્વિફ્ટના ચાલકને પાલનપુર હોસ્પિટલ જવાનું કહી ગાડી ભાડે કરી હતી. જે બાદમાં કુલ ચાર વ્યક્તિ તેમની કારમાં બેસી અને પાલનપુર આવતાં દરમ્યાન વચ્ચે રસ્તામાં ચાલકને મૂઢ માર મારી લૂંટ કરી ચાલકને રસ્તા વચ્ચે ફેંકી ફરાર થઇ ગયા હતા. જે બાદમાં ચાલકે કાર, મોબાઇલ અને રોકડ રકમ સહિત કુલ 1.63 લાખની લૂંટ કરી ફરાર થયેલા ઇસમો સામે ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના શિરોહીમાં અમરૂખાન રમજાનખાન મુસલા ડ્રાઇવિંગનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે બપોરે તે શિરોહી બસસ્ટેન્ડ પાસેના ટેક્ષી સ્ટેન્ડ પર હતો. આ દરમ્યાન 4 માણસો આવી હિન્દીમાં કહેલ કે, અમારે પાલનપુર મંગલમ હોસ્પિટલ જવાનું છે. જેથી અમરૂખાને 3000 રૂપિયા ભાડું કહેતાં ચારેય લોકો અને ચાલક કાર લઇ પાલનપુર આવવા રવાના થયા હતા. આ દરમ્યાન ખીમાણા ટોલનાકાથી એકાદ કિલોમીટર દૂર આવતાં એક વ્યક્તિને ઉલટી થતી હોવાનું જણાવતાં કાર સાઇડમાં કરી હતી.

આ દરમ્યાન અમરૂખાનને કોઇનો ફોન આવ્યા બાદ કટ કરતાં જ પાછળ બેસેલા 3 ઇસમોએ તેમને માર મારવા લાગ્યા હતા. તેમની પાસે રહેલા લોખંડના કોઇ હથિયાર વડે માર મારતાં ચાલકે કપાળે ઇજાઓ પહોંચી હતી. જોકે પાલનપુર આરટીઓ સર્કલ નજીક આવતાં ટ્રાફીકજામ હોઇ ચાલકને પાછળની સીટી નીચે સંતાડી દીધો હતો. જે બાદમાં એકાદ કલાક બાદ કોઇ હાઇવે પર અંધારામાં ફેંકી ઇસમો ફરાર થઇ ગયા હતા. જે પછી ચાલક ઉભા થઇ ઇજાગ્રસ્ત હાલતમાં હાઇવે પર આવતાં એક ટ્રેક્ટરને રોકાવી તેમને બધી વાત કરી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જે બાદમાં ટ્રેક્ટર ચાલકે તેમને ત્રણ રસ્તા પર ઉતારતાં ત્યાં લોકોના ટોળાંને પણ સમગ્ર ઘટનાની વાત કર્યા બાદ 108ને ફોન કરતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદમાં કારચાલકે 4 અજાણ્યા શખ્સો સામે સ્વિફ્ટ કાર કિ.રૂ 1,50,000, મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.10,500 રોકડ રકમ રૂ.3000 મળી કુલ કિ.રૂ.1,63,000ની લૂંટ અને માર મારવાની ફરીયાદ નોંધાવી છે. આ તરફ ડીસા રૂરલ પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 394, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.