ઘટના@દિયોદર: ગેરેજ આગળ પડેલી કારમાં અચાનક આગ, જાનહાનિ ટળતાં રાહત

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે આજે બપોરના સમયે દિયોદરમાં એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગેરેજ આગળ પડેલી કારમાં અચાનક આગ લાગતાં કાર આખી ભસ્મિભૂત થઇ ગઇ હતી. આ તરફ ઘટનાની જાણ થતાં દિયોદર ગ્રામ પંચાયતના ફાયર ફાયટર અને સ્થાનિકોની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ નહીં થતાં
 
ઘટના@દિયોદર: ગેરેજ આગળ પડેલી કારમાં અચાનક આગ, જાનહાનિ ટળતાં રાહત

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે આજે બપોરના સમયે દિયોદરમાં એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગેરેજ આગળ પડેલી કારમાં અચાનક આગ લાગતાં કાર આખી ભસ્મિભૂત થઇ ગઇ હતી. આ તરફ ઘટનાની જાણ થતાં દિયોદર ગ્રામ પંચાયતના ફાયર ફાયટર અને સ્થાનિકોની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@દિયોદર: ગેરેજ આગળ પડેલી કારમાં અચાનક આગ, જાનહાનિ ટળતાં રાહત

બનાસકાંઠા જીલ્લાના દિયોદરની જેતડા ચોકડી પાસે આવેલા ગેરેજ સામે ઇકો કારમાં આગની ઘટના બની હતી. આજે બપોરના સમયે ઓમ બંના ઓટોમોબાઇલ ગેરેજની સામે પડેલી ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં ઘડીભર અફરાતફરીના માહોલ વચ્ચે દિયોદર ગ્રામ પંચાયતના ફાયર ફાઇટર અને સ્થાનિકોની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો હતો. આ તરફ આગ એટલી બધી વિકરાળ હતી કે કાર આખી ભસ્મિભૂત થઇ હતી.