બનાવ@ધાનેરા: પ્રેમલગ્નની અદાવતમાં તલવાર-લાકડી વડે પરિવાર પર હુમલો, 5 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ધાનેરા ધાનેરા તાલુકાના ગામે અંગત અદાવતમાં ઇસમોએ પરિવાર પર હુમલો કરતાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે પરિવાર જમી-પરવારીને ઘર આગળ બેઠો હોઇ ત્યાં અચાનક બે કારમાં દસેક માણસો આવી ચડ્યા હતા. જ્યાં ફરીયાદીના ભાઇના દીકરાએ અગાઉ પ્રેમલગ્ન કર્યા હોવાની અદાવત રાખી ઇસમોએ ગાળાગાળી શરૂ કરી હતી.
 
બનાવ@ધાનેરા: પ્રેમલગ્નની અદાવતમાં તલવાર-લાકડી વડે પરિવાર પર હુમલો, 5 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ધાનેરા

ધાનેરા તાલુકાના ગામે અંગત અદાવતમાં ઇસમોએ પરિવાર પર હુમલો કરતાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે પરિવાર જમી-પરવારીને ઘર આગળ બેઠો હોઇ ત્યાં અચાનક બે કારમાં દસેક માણસો આવી ચડ્યા હતા. જ્યાં ફરીયાદીના ભાઇના દીકરાએ અગાઉ પ્રેમલગ્ન કર્યા હોવાની અદાવત રાખી ઇસમોએ ગાળાગાળી શરૂ કરી હતી. આ સાથે ફરીયાદીના ત્રણેય પુત્રો વચ્ચે પડતાં તેમને લાકડી અને તલવાર વડે માર મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. જોકે ભારે હોબાળો થતાં સ્થાનિકો દોડી આવતાં ઇસમો જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે ખેડૂતે 5 વ્યક્તિના નામજોગ ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામે મારામારીની ઘટનામાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યાં છે. જાડી ગામના ખેડૂત કાનજીભાઇ ખેમાભાઇ પટેલના મોટાભાઇના દીકરાએ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. આ તરફ ગઇકાલે કાનજીભાઇ પરિવાર સાથે ઘર આગળ બેઠા હતા ત્યારે અચાનક સ્કોર્પિયો અને સ્વિફ્ટ કારમાં દસેક માણસો હથિયારો સાથે ઉતર્યા હતા. જેથી કાનજીભાઇએ પુછવાં જતાં ઇસમોએ અદાવતમાં તેમની સાથે ગાળાગાળી કરી હતી. જેથી કાનજીભાઇના પુત્રો વચ્ચે પડતાં તેમને પણ તલવાર અને લાકડીના ઘા અને ગડદાપાટુનો માર માર્યો હતો.

બનાવ@ધાનેરા: પ્રેમલગ્નની અદાવતમાં તલવાર-લાકડી વડે પરિવાર પર હુમલો, 5 સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મધરાત્રે હોબાળો થતાં સ્થાનિકો આવી જતાં ઇસમોએ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી જતાં રહ્યા હતા. આ તરફ ત્રણેય ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે મારામારી દરમ્યાન ઇસમોએ ફરીયાદીના એક પુત્રના ગળામાં પહેરેલ સોનાની ચેઇન કિ.રૂ.આ.50,000ની લૂંટી લીધી હોવાની ફરીયાદ નોંધાવી છે. ખેડૂતે વસીમભાઇ રમજાનભાઇ સીંધી, ભવાનીભાઇ અમીચંદ જાની, ઉમાભાઇ જીવરાજભાઇ પટેલ, હિંમતભાઇ રૂપાભાઇ પટેલ અને પનાભાઇ જગમાલભાઇ પટેલ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ધાનેરા પોલીસે કુલ 5 ઇસમોના નામજોગ આઇપીસી 395, 365, 452, 324, 323, 294(b), 506(2) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ@ધાનેરા: પ્રેમલગ્નની અદાવતમાં તલવાર-લાકડી વડે પરિવાર પર હુમલો, 5 સામે FIR
આરોપીઓના નામ