ઘટના@ધાનેરા: પૈસાની બાબતે મારામારી, કુલ 6 લોકો સામે નામજોગ ગુનો દાખલ  

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ધાનેરામાં ગઇકાલે બે ટોળાં વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ગઇકાલે કોઇ વાતને લઇ બંને ટોળાં વચ્ચે મારામારી થતાં કેટલાંક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. જેમાં સામસામે ફરીયાદ નોંધાતાં કુલ 6 લોકોના નામજોગ ગુનો દાખલ થયો છે. પ્રાથમિક તપાસમાં બંને ટોળાં વચ્ચે ગાડીના ભાડાના પૈસા બાબતે માથાકુટ થઇ હોવાનું સામે આવ્યુ
 
ઘટના@ધાનેરા: પૈસાની બાબતે મારામારી, કુલ 6 લોકો સામે નામજોગ ગુનો દાખલ  

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ધાનેરામાં ગઇકાલે બે ટોળાં વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ગઇકાલે કોઇ વાતને લઇ બંને ટોળાં વચ્ચે મારામારી થતાં કેટલાંક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. જેમાં સામસામે ફરીયાદ નોંધાતાં કુલ 6 લોકોના નામજોગ ગુનો દાખલ થયો છે. પ્રાથમિક તપાસમાં બંને ટોળાં વચ્ચે ગાડીના ભાડાના પૈસા બાબતે માથાકુટ થઇ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા શહેરમાં ગઇકાલે બે ટોળાંએ મારામારીની ઘટના બાદ સામસામે ફરીયાદ નોંધાવી છે. ધાનેરાના જવાહર ચોકમાં રહેતાં વસંતીબેન ગલચરે નોંધાવેલી ફરીયાદ મુજબ આરોપીઓએ ફરીયાદીના દિયર રત્નાભાઇ ગલચર સાથે ઝઘડો કર્યો હતો. જે બાદમાં લાકડી તથા ગડદાપાટુનો માર મારી, માં-બેન સામે ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ ધાનેરા પોલીસે 4 ઇસમોના નામજોગ આઇપીસી કલમ 323, 294(b), 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@ધાનેરા: પૈસાની બાબતે મારામારી, કુલ 6 લોકો સામે નામજોગ ગુનો દાખલ  

ધાનેરાના અંબાજી મંદીર પાસે રહેતાં કિરણભાઇ ભેટોરે નોંધાવેલી ફરીયાદ મુજબ આરોપીઓએ તેમના કાકા અમરતભાઇ ભેટોરના ઘરે જઇ ગાડીના વકરાના પૈસા બાબતે ઝઘડો કર્યો હતો. જે બાદમાં ભુંડી ગાળો બોલી મારકુટ કરતાં સાહેદો વચ્ચે પડતાં તેમને કપાળના ભાગે છુટ્ટો પથ્થર મારી ઇજા કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું લખાવ્યુ છે. જેને લઇ ધાનેરા પોલીસે 2 લોકોના નામજોગ આઇપીસી કલમ 323, 294(b), 337, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@ધાનેરા: પૈસાની બાબતે મારામારી, કુલ 6 લોકો સામે નામજોગ ગુનો દાખલ