બનાવ@ધાનેરાઃ નજીવી બાબતે ઇસમોએ લોખંડની પાઇપથી પરીવારને માર માર્યો, 4 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, ધાનેરા ધાનેરા તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ એક પરીવારને મારમાર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ગઇકાલે બપોરના સમયે માતા સાથે થયેલી બોલાચાલી બાબતે ઠપકો આપવા જતા ગામના જ કુંટુંબી ઇસમોએ માથાકૂટ કરી હતી. જે બાદમાં તેમના પર લોખંડની પાઇપ અને સળીયા જેવા હથિયારો વડે તુટી પડ્યા હતા. જેને
 
બનાવ@ધાનેરાઃ નજીવી બાબતે ઇસમોએ લોખંડની પાઇપથી પરીવારને માર માર્યો, 4 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, ધાનેરા

ધાનેરા તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ એક પરીવારને મારમાર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ગઇકાલે બપોરના સમયે માતા સાથે થયેલી બોલાચાલી બાબતે ઠપકો આપવા જતા ગામના જ કુંટુંબી ઇસમોએ માથાકૂટ કરી હતી. જે બાદમાં તેમના પર લોખંડની પાઇપ અને સળીયા જેવા હથિયારો વડે તુટી પડ્યા હતા. જેને લઇ તાત્કાલિક પરીવાર સભ્યોને ધાનેરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હત. ઘટનાને લઇ ચાર ઇસમના નામજોગ ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના કરાઘણી ગામે નજીવી બાબતે મારામારી કરવામાં આવી હતી. ગામના ભીખીબેન લુહાર ગત બુધવારના સાંજે સાતેક ગામમાંથી ધરે જઇ રહ્યા હતા. આ દરમ્યાન ગામના જયંતિભાઇની દિકરીને અજાણતામાં હાથ અડી જતા તેમની દિકરીએ બોલાચાલી કરી હતી. જે બાદમાં ફરીયાદી અને તેમના પરીવારના સભ્યો ઠપકો આપવા તથા સમાધાન માટે ગઇકાલે બપોરે તેમના ઘરે ગયા તે દરમ્યાન અમને ઠપકો કેમ આપો છો ? અને મારે કોઇ સમાધાન નથી કરવું, તેવું કહી ડાયાભાઈ એકદમ ઉશકેરાઈ જઇ અને અમો તેમના ઘરના સભ્યોને માં-બેન સામી ભુંડી ગાળો બોલવા લાગેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી જેથી ગાળો બોલવાની ના પાડતા, એકદમ ઉશ્કેરાઈ ગયેલા ડાયાભાઈ તથા તેમના પુત્રોએ લોખંડની પાઈપ અને સળીયાથી પરીવાર પર તુટી પડ્યા હતા. અને જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમ્યાન 108 મારફતે ધાનેરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બનાવ@ધાનેરાઃ નજીવી બાબતે ઇસમોએ લોખંડની પાઇપથી પરીવારને માર માર્યો, 4 વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે મારામારી કરી હોવાને લઇ ગામમાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે બપોરે બનેલ ઘટનામાં ત્રણ પુરૂષ અને ત્રણ મહિલા સહિત કુલ 6 વ્યક્તિને ઇજા થઇ હતી. તેમને સારવાર માટે ધાનેરા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. તેમજ ભીખીબેન લુહારને વધુ મારમારેલ હોવાથી ધાનેરાના ડો.ભરત પ્રજાપતિના દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ધટનાને લઇ રોહિતભાઇ લુહારે ગામના જ 4 ઇસમો સામે આઇપીસી 323, 506(2), 294(b), 114 અને જીપીએ કલમ 135 મુજબ ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.