ઘટના@દિયોદર: બહેનપણી સાથે કિશોરી ગુમ, દુષ્કર્મ થતાં 4 વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર પંથકમાં એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બહેનપણીના ઘેરથી રાત્રે ફરવા ગયેલી કિશોરી ગુમ થઈ હતી. જેની જાણ પરિવારને છેક સવારે થતાં શોધખોળ શરૂ કરી હતી. જેમાં બહેનપણી એવી પાડોશી મહિલા તેના ઓળખીતા સાથે બહાર હોવાનું પકડાતાં તેની તપાસ કરતાં મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં કિશોરી, બહેનપણી
 
ઘટના@દિયોદર: બહેનપણી સાથે કિશોરી ગુમ, દુષ્કર્મ થતાં 4 વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર પંથકમાં એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બહેનપણીના ઘેરથી રાત્રે ફરવા ગયેલી કિશોરી ગુમ થઈ હતી. જેની જાણ પરિવારને છેક સવારે થતાં શોધખોળ શરૂ કરી હતી. જેમાં બહેનપણી એવી પાડોશી મહિલા તેના ઓળખીતા સાથે બહાર હોવાનું પકડાતાં તેની તપાસ કરતાં મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં કિશોરી, બહેનપણી અને બે યુવકો કારમાં બહાર નિકળ્યા હતા. ગુમ કિશોરી બે દિવસ પછી ઘેર આવતાં ઘટના જાણી પરિજનો ચોંકી ગયા હતા. આખરે બહેનપણી સહિત 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિયોદર તાલુકાના ડૂચકવાડા ગામે 14 વર્ષની સગીરાને પાડોશી મહિલા સાથે પરિચય હોઇ ઘેર જતી આવતી હતી. આ દરમ્યાન અંબાજી જવાનું કહી બે યુવકો સાથે દાંતા પંથકમાં લઈ ગયા હતા. જ્યાં અવાવરું જગ્યા પર કિશોરીને ગોંધી રાખી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બે દિવસ પછી કિશોરીનો છુટકારો થતા સમગ્ર હકીકત તેની માતાને જણાવતાં આખરે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપી છે. પોલીસે આરોપી કમલેશ જીવરાજ પટેલ રહે રામપુરા તા.થરાદ તેમજ મદદરૂપ થનાર નિરુબેન ભરતભાઈ મોદી, ભરત જીવરાજ મોદી અને રાકેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી કમલેશ પટેલે દુષ્કર્મ આચર્યુ હોવાની વિગતો છે. જેથી કિશોરી અને તેની માતા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા દોડ્યા હતા. જેમાં દુષ્કર્મ થવાના કારણોમાં ફરવા લઈ જનાર બહેનપણી અને તેનો પરિચિત ભરત મોદી આરોપી બન્યા હતા. આ પછી દુષ્કર્મી કમલેશને મદદ કરનાર તેનો મિત્ર રાકેશ પણ હોવાનું ધ્યાને આવતાં કુલ 4 આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ થયો છે.