ઘટના@દ્રારકા: મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે 2 ધારાસભ્યો ઉપવાસ પર, મહિલાએ ઝેરી દવા પીધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગામે 1 હજારથી વધુ ગ્રામજનો સાથે બે ધારાસભ્યો આજે ઉપવાસ પર બેસતા મામલો ગરમાતાં પોલીસ અને અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ રોડ રસ્તા મુદ્દે એક મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં મામલો ગરમાયો હતો. જેને લઇ મહિલાને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં
 
ઘટના@દ્રારકા: મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે 2 ધારાસભ્યો ઉપવાસ પર, મહિલાએ ઝેરી દવા પીધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગામે 1 હજારથી વધુ ગ્રામજનો સાથે બે ધારાસભ્યો આજે ઉપવાસ પર બેસતા મામલો ગરમાતાં પોલીસ અને અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ રોડ રસ્તા મુદ્દે એક મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં મામલો ગરમાયો હતો. જેને લઇ મહિલાને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામ તથા ફોટ ગામને જોડતો રસ્તો વર્ષો જૂનો હોઈ જે રસ્તા પર એક ખેડૂતે દબાણ કર્યું હોવાના આક્ષેપો થયા છે. જેને લઇ ખંભાળીયા અને ભાણવડ વિધાનસભા-81 બેઠક ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કાલાવડના પ્રવીણ મુછડીયા આશરે 1 હજાર જેટલા સ્થાનિકો સાથે ઉપવાસ પર બેસતા મામલો ગરમાયો હતો. આ તરફ સામા પક્ષે ખેડુતે પણ કોઈ દબાણ કર્યું ન હોઈ માપણી મુજબની પોતાની જમીન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આમ પોલીસ અને અધિકારીઓએ રસ્તા ખુલ્લો કરવા દબાણ કરતા એક ખેડૂત મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા મામલો વધુ ગરમાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વૃદ્ધ મહિલાએ અધિકારીઓ દાદાગીરીથી કામ કરાતા હોવાના આક્ષેપ સાથે દવા પી લેતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે ખેડૂતે પણ આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્યના પી.એ દ્વારા રાજકીય દબાણથી આ રસ્તો ખુલ્લો કરવાની કોશિશ થઈ રહી છે ખેડૂતે પણ પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખેડૂતની પોલીસે અટકાયત કરી હતી અને બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે. કોણ સાચું કોણ ખોટું એ DLR ના અધિકારીઓ જમીન પર આવી સ્થળ તપાસ કર્યા બાદ જ ખબર પડે એમ છે. ત્યારે માપણી વિના રસ્તો ખુલ્લો કરવામાં આવતાં ખેડૂત પરિવારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાં મામલો વધુ ગરમાયો છે.