ઘટના@ઇડર: ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ મળતાં હોબાળો, ખેડૂતોએ રસ્તો રોક્યો

અટલ સમાચાર,ઇડર ઇડર તાલુકાના સાપાવાડા માર્કેટયાર્ડમાં આજે મગફળીના ભાવને લઇ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. મગફળીના પુરતાં ભાવ ન મળતાં ખેડૂતોએ ઇડર-હિંમતનગર હાઇવે પર વાહનો રોકી વિરોધ કરતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. આ તરફ માર્કેટયાર્ડના સત્તાધિશોએ સમજાવટ કરી ફરી એકવાર ખરીદી શરૂ કરી હતી. અટલ સમાચાર
 
ઘટના@ઇડર: ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ મળતાં હોબાળો, ખેડૂતોએ રસ્તો રોક્યો

અટલ સમાચાર,ઇડર

ઇડર તાલુકાના સાપાવાડા માર્કેટયાર્ડમાં આજે મગફળીના ભાવને લઇ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. મગફળીના પુરતાં ભાવ ન મળતાં ખેડૂતોએ ઇડર-હિંમતનગર હાઇવે પર વાહનો રોકી વિરોધ કરતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. આ તરફ માર્કેટયાર્ડના સત્તાધિશોએ સમજાવટ કરી ફરી એકવાર ખરીદી શરૂ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના સાપાવાડા માર્કેટયાર્ડમાં આજે બપોરે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. મગફળીના ટેકાના ભાવ કરતા પણ ઓછો ભાવ મળતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ ઇડરથી હિંમતનગર અને હિંમતનગરથી ઇડર તરફના રસ્તા પર વાહનો રોકી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ તરફ બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળતાં ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.