ઘટના@ઇડર: ખોટું આઇડી બનાવી પરીણિતાના ફોટો મુકી બિભત્સ લખાણ કર્યુ, ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડરની પરીણિતાના નામનું ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ લખાણ કરતાં ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસોએ ઇસમે પંથકની પરીણિતા અને તેના પતિનો ફોટો મુકી ઇન્સ્ટ્રાગ્રામમાં ખોટું એકાઉન્ટ બનાવ્યુ હતુ. જે બાદમાં એકાઉન્ટમાં બિભત્સ લખાણ મુક્યા બાદ પરીણિતાનું ધ્યાન જતાં સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. આ તરફ સાયબર ક્રાઇમે એકાઉન્ટ બંધ કર્યા
 
ઘટના@ઇડર: ખોટું આઇડી બનાવી પરીણિતાના ફોટો મુકી બિભત્સ લખાણ કર્યુ, ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડરની પરીણિતાના નામનું ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ લખાણ કરતાં ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસોએ ઇસમે પંથકની પરીણિતા અને તેના પતિનો ફોટો મુકી ઇન્સ્ટ્રાગ્રામમાં ખોટું એકાઉન્ટ બનાવ્યુ હતુ. જે બાદમાં એકાઉન્ટમાં બિભત્સ લખાણ મુક્યા બાદ પરીણિતાનું ધ્યાન જતાં સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. આ તરફ સાયબર ક્રાઇમે એકાઉન્ટ બંધ કર્યા બાદ ઇસમે બે-બે વાર માત્ર નામમાં સામાન્ય ફેરફાર કરી એકાઉન્ટ બનાવ્યુ હતુ. જેને લઇ પરીણિતાએ ઇસમ સામે ઇડર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં રહેતી એક પરીણિતાના નામે ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ લખાણ મામલે ફરીયાદ નોંધાઇ છે. પંથકની પરીણિતાના નામે ઇસમે ઇન્સ્ટ્રાગ્રામમાં એકાઉન્ટ બનાવી પરીણિતા અને તેના પતિનો ફોટો મુકી બિભત્સ લખાણ મુક્યુ હતુ. જેને લઇ 29-09-2020ના રોજ હિંમતનગર સાયરલ સેલમાં લેખિત અરજી આપતાં સાયબર સેલે એકાઉન્ટ બંધ કર્યુ હતુ.

ઘટના@ઇડર: ખોટું આઇડી બનાવી પરીણિતાના ફોટો મુકી બિભત્સ લખાણ કર્યુ, ઇસમ વિરૂધ્ધ FIR
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાયબર ક્રાઇમે એકાઉન્ટ બંધ કર્યા બાદ પણ ઇસમે નામમાં સામાન્ય ફેરફાર કરી ફરી બે-બે વાર ખોટું એકાઉન્ટ બનાવ્યુ હતુ. જેને લઇ ફરી એકવાર સાયબર સેલમાં ફોન કરી એકાઉન્ટ બંધ કરાવ્યું હતુ. ઘટનાને લઇ હવે પરીણિતાએ ઇસમ સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં હળવદના હરેશભાઇ રામજીભાઇ ચૌહાણ સામે શંકા હોઇ તેની સામે ઇડર પોલીસ મથકે આઇપીસી 354D, 509 અને આઇટી એક્ટની કલમ 66-C, 66-D, 67 મુજબ ગુનો નોંધાવ્યો છે.