ઘટના@ગાંધીનગર: રેસ્ટોરન્ટ નજીક મારામારીમાં 1 યુવકનું મોત, 1 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ગાંધીનગર કોરોના મહામારી વચ્ચે ગાંધીનગરમાં હત્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે મોડી રાત્રે થયેલી મારામારીમાં એક 24 વર્ષીય યુવકનું મોત થયું તો એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલાના સીટીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે યુવકો
 
ઘટના@ગાંધીનગર: રેસ્ટોરન્ટ નજીક મારામારીમાં 1 યુવકનું મોત, 1 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ગાંધીનગર

કોરોના મહામારી વચ્ચે ગાંધીનગરમાં હત્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે મોડી રાત્રે થયેલી મારામારીમાં એક 24 વર્ષીય યુવકનું મોત થયું તો એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલાના સીટીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે યુવકો વચ્ચે મારામારી થઈ રહી છે. ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર ઇન્ફોસીટી વિસ્તારમાં અપના અડ્ડા રેસ્ટોરન્ટ પાસે એક યુવકની હત્યા થઈ છે. મારામારીની ઘટનામાં કેતનસિંહ પૃથ્વીસિંહ ગોહિલ (ઉં.વ.24) પર છાતીના ભાગે તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરતા તેનું મોત થયું છે. જ્યારે અભિમન્યુસિંહ મહેન્દ્રસિંહ રાઠોડને શરીરનાં પાછળના ભાગે તીક્ષ્‍ણ હથિયાર ભોંકી દેવાયું હતું. આ ઉપરાંત તેને આંગળી અને મોઢાના ભાગે પણ ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર મામલે ગાંધીનગર ડીવાયએસપી એમ.કે.રાણાએ જણાવ્યું હતું કે, ઇન્ફોસિટી પાસે રિલાયન્સ ચોકડી પાસે ઓનેસ્ટ અને અપના અડ્ડા પાસે એક યુવકની હત્યા થઈ છે. જ્યારે એક યુવક ગંભીર હાલતમાં ઘાયલ થયો છે. યુવકો યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં તીક્ષ્‍ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે. આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. આ મામલે ગુનો નોંધીને પોલીસ, એલસીબી અને એસઓજી ટીમ તપાસ કરી રહી છે.