ઘટના@હારીજ: બેફામ ડમ્પરે બાઇકને અડફેટે લેતાં 2 ઇજાગ્રસ્ત, 1નું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ હારીજ તાલુકાના ગામે બેફામ બનેલાં ડમ્પરે બાઇકચાલકને અડફેટે લેતાં સારવાર દરમ્યાન તેમનું મોત થયુ છે. ગત દિવસોએ ફરીયાદી અને અન્ય એક વ્યક્તિ ખેતરેથી ગામ તરફ જતાં હતા. આ દરમ્યાન ગામના એક ખેડૂત બાઇક લઇને આવતાં હોઇ તેમને પાછળથી એક ડમ્પરે ટક્કર મારી હતી. જેથી તેમનું બાઇક ફરીયાદીની સાથે રહેલાં વ્યક્તિના
 
ઘટના@હારીજ: બેફામ ડમ્પરે બાઇકને અડફેટે લેતાં 2 ઇજાગ્રસ્ત, 1નું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજ તાલુકાના ગામે બેફામ બનેલાં ડમ્પરે બાઇકચાલકને અડફેટે લેતાં સારવાર દરમ્યાન તેમનું મોત થયુ છે. ગત દિવસોએ ફરીયાદી અને અન્ય એક વ્યક્તિ ખેતરેથી ગામ તરફ જતાં હતા. આ દરમ્યાન ગામના એક ખેડૂત બાઇક લઇને આવતાં હોઇ તેમને પાછળથી એક ડમ્પરે ટક્કર મારી હતી. જેથી તેમનું બાઇક ફરીયાદીની સાથે રહેલાં વ્યક્તિના પગમાં આવીને ભટકાયું હતુ. આ સાથે બાઇકચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા બાદ એકનું મોત થયુ હતુ. ઘટનાને લઇ અજાણ્યાં ડમ્પર ચાલકે હારીજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના દાંતરવાડા ગામે ડમ્પરની અડફેટે બાઇકચાલકનું મોત થયુ છે. ગત તા.ર૪ જાન્યુઆરીના સાંજના સમયે સુખરામજી ઠાકોર અને શ્રવણજી ઠાકોર ખેતરેથી દાંતરવાડા ગામ તરફ આવી રહ્યાં હતા. આ દરમ્યાન ગામના તલાજી ઠાકોર પોતાનું બાઇક લઇને દાંતરવાડાથી જસોમાવ તરફ જતાં હોઇ એક બેફામ ડમ્પરે તેમને પાછળથી ટક્કર મારી હતી. જેને લઇ તલાજીનું બાઇક શ્રવણજીના પગ ભટકાતાં તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સાથે તલાજીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બાઇકચાલક અને અન્ય એક વ્યક્તિને તાત્કાલિક હારીજ સરકારી દવાખાને લઇ જવાયા હતા. જે બાદમાં વધુ ઇજાઓ પહોંચી હોઇ ધારપુર લઇ ગયા બાદ શ્રવણજીને ડાબા હાથે ફેક્રચર હોવાનું કહ્યા બાદ તેમને રજા આપી દેવાઇ હતી. જોકે તલાજી ઠાકોરને વધુ ઇજાઓ પહોંચી હોઇ ર૫ જાન્યુઆરીના બપોરે ત્રણેક વાગ્યે તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. ઘટનાને લઇ સુખરામજી ઠાકોરે વાદળીકલરના ડમ્પરના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. હારીજ પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 337, 338, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 187, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • મૃતકનું નામ: તલાજી ડાહ્યાજી ઠાકોર, ગામ-દાંતરવાડા, તા.હારીજ, જી.પાટણ
  • ઇજાગ્રસ્તનું નામ: શ્રવણજી પોપટજી ઠાકોર, ગામ-દાંતરવાડા, તા.હારીજ, જી.પાટણ