ઘટના@હિંમતનગર: ગામમાં પ્લોટની લાલચ આપી ઇસમે 5.30 લાખ ખંખેર્યા, પરત નહીં આપતાં FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગરમાં એક ઇસમે મહિલાને પ્લોટ અપાવવાનું કહી રૂ.5.30 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. વર્ષ-2019માં ઇસમે ટ્યુશન ક્લાસીસ ચલાવતી મહિલાને ગામમાં પ્લોટ આપવાનું કહી ટુકડે-ટુકડે કુલ 6,00,000 લીધા હતા. જે બાદમાં પ્લોટના દસ્તાવેજ કરવાના બહાને બીજા પૈસા માંગતાં મહિલાએ ના પાડી હતી. જે બાદમાં તપાસ કરતાં ઇસમે અગાઉ
 
ઘટના@હિંમતનગર: ગામમાં પ્લોટની લાલચ આપી ઇસમે 5.30 લાખ ખંખેર્યા, પરત નહીં આપતાં FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગરમાં એક ઇસમે મહિલાને પ્લોટ અપાવવાનું કહી રૂ.5.30 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. વર્ષ-2019માં ઇસમે ટ્યુશન ક્લાસીસ ચલાવતી મહિલાને ગામમાં પ્લોટ આપવાનું કહી ટુકડે-ટુકડે કુલ 6,00,000 લીધા હતા. જે બાદમાં પ્લોટના દસ્તાવેજ કરવાના બહાને બીજા પૈસા માંગતાં મહિલાએ ના પાડી હતી. જે બાદમાં તપાસ કરતાં ઇસમે અગાઉ પણ કોઇની સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યુ હતુ. જેને મહિલાએ પોતાના પૈસા પરત માંગતાં ઇસમે માત્ર 70,000 આપ્યા બાદ બીજા પૈસા પરત નહીં કરતાં તેની સામે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરની મીનારા મસ્જીદ પાસે રહેતાં મેમુનાબીબી મોહમ્મદ ચાંદનીવાલા સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. દોઢેક વર્ષ અગાઉ તેમના મેમુનાબીબીના પતિના મિત્ર સાજીદભાઇએ તેમને કહેલ કે, તમારી પાણપુર ગામમાં પ્લોટ લેવો હોય તો કહો, તો હું તમને લઇ આપું. જે બાદમાં 1600 ફૂટના એક પ્લોટના 2,00,000 હોઇ ફરીયાદીએ 4,00,000માં લેવાનું નક્કી કર્યુ હતુ. જે બાદમાં ફરીયાદીના ઘરે કામ કરતાં રઇશાબાનુએ પણ તૈયાર બતાવતાં બંનેએ ટુકડે-ટુકડે 6 લાખ આપ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 29-11-2019ના રોજ આ ઇસમે ફરીયાદીને ફોન કરી પ્લોટના કાગળ તૈયાર હોઇ રજીસ્ટ્રેશનના પૈસા માંગ્યા હતા. જેથી મહિલાએ આપવાની ના પાડ્યા બાદ તેમને ખબર પડી હતી કે, આ ઇસમે અગાઉ કોઇ વ્યક્તિ પાસેથી છેતરીપિંડી કરેલ છે. જેથી ફોન કરતાં ઇસમનો ફોન બંધ આવ્યો હતો. જે બાદમાં ઇસમ તેના ઘરે આવ્યો હોઇ ત્યાં જઇ માથાકૂટને અંતે તેને સ્ટેમ્પ કરી આપેલ કે, 10-5-2020ના રોજ પૈસા ચુકવી આપીશ. જે બાદમાં 4-06-2020ના રોજ રૂ.70,000 આપી બાકી નીકળતાં 5.30 લાખ પરત આપ્યા ન હતા. જેથે લઇ ફરીયાદીએ ઇસમ સામે આઇપીસી કલમ 406, 420 મુજબ ગુનો નોંધાવ્યો છે.

આરોપીનું નામ

  • સાજીદભાઇ ઇસ્માઇલભાઇ રેવાસીયા, ગામ-પાણપુર, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા