ઘટના@હિંમતનગર: સગર્ભાના ઓપરેશનમાં બેદરકારી મામલે અરજી થતાં ડોક્ટરે ફોન કરી ધમકી આપી

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગરમાં સગર્ભા મહિલાનું સિજેરીયન દરમ્યાન ડોક્ટરે બેદરકારી રાખી હોઇ મહિલાના પતિએ ડોક્ટર વિરૂધ્ધ અલગ-અલગ જગ્યાએ અરજી આપી હતી. જે બાદમાં ડોક્ટરે મહિલાના પતિને ફોન કરી તું મારું કશુ બગાડી નહીં શકે, તું મારી બેદરકારી સાબિત નહીં કરી શકે અને હું તારા વિરૂધ્ધમાં માનહાનિનો દાવો મુકીશ તેવું કહી આડકતરી રીતે ડરાવ્યા
 
ઘટના@હિંમતનગર: સગર્ભાના ઓપરેશનમાં બેદરકારી મામલે અરજી થતાં ડોક્ટરે ફોન કરી ધમકી આપી

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગરમાં સગર્ભા મહિલાનું સિજેરીયન દરમ્યાન ડોક્ટરે બેદરકારી રાખી હોઇ મહિલાના પતિએ ડોક્ટર વિરૂધ્ધ અલગ-અલગ જગ્યાએ અરજી આપી હતી. જે બાદમાં ડોક્ટરે મહિલાના પતિને ફોન કરી તું મારું કશુ બગાડી નહીં શકે, તું મારી બેદરકારી સાબિત નહીં કરી શકે અને હું તારા વિરૂધ્ધમાં માનહાનિનો દાવો મુકીશ તેવું કહી આડકતરી રીતે ડરાવ્યા હોવાની ફરીયાદ નોંધાઇ છે. ઘટનાને લઇ હિંમતનગર બી ડીવીઝન પોલીસે ડોક્ટર સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં આવેલ વરદાન હોસ્પિટલના ડો.દિનેશ પટેલ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ શહેરના ગોકુલનગરની રઘુનંદન સોસાયટીમાં રહેતાં દિવપલ પંકજકુમાર પટેલના પત્નિ નિરલબેન સગર્ભા હોઇ ગત 10 નવેમ્બર 2020માં વરદાન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જે બાદમાં ડો.દિનેશ પટેલે સિજેરીયન કરવાનું કહેતાં ફરીયાદીએ તૈયારી બતાવતાં ઓપરેશન કરતાં મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ દરમ્યાન એકાદ મહિના પછી ફરીયાદીના પત્નિને ડો.દિનેશ પટેલ દ્રારા જે જગ્યાએ ઓપરેશન કરી ટાંકા લીધેલ હતા ત્યાંથી પીળા કલરનું પ્રવાહી નિકળવા લાગતાં પરિજનો ચોંકી ઉઠ્યા હતા. આ તરફ પત્નિએ જણાવેલ કે, તેમની ડીલીવરી સમયે ઓપરેશન ડો.દિનેશ પટેલે નહીં પરંતુ તેમના હાથ નીચે શીખતાં ડો.શ્રેયા પટેલે ઓપરેશન કરવાનું ચાલુ કર્યુ હતુ. આ તરફ વચ્ચે અટકી જતાં ડો.દિનેશ પટેલે તેમનો હાથ પકડીને શિખવાડી ઓપરેશન કરી ટાંકા લીધા હતા.

ઘટના@હિંમતનગર: સગર્ભાના ઓપરેશનમાં બેદરકારી મામલે અરજી થતાં ડોક્ટરે ફોન કરી ધમકી આપી
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પત્નિની વાત સામે ફરીયાદી પતિએ ચોંકી જઇ આ મામલે ડોક્ટર વિરૂધ્ધ અલગ-અલગ જગ્યાએ અરજી આપી હતી. આ તરફ ફરીયાદી 12 ફેબ્રુઆરી 2021ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશને અરજી સંબંધે નિવેદન લખાવી ઘરે જતાં હતા. આ દરમ્યાન ડો.દિનેશ પટેલે તેમને ફોન કરીને કહેલ કે, તે કેમ મારા વિરૂધ્ધમાં અરજીઓ કરેલ છે, તું મારૂ કશુ બગાડી શકીશ નહી, તું મારી બેદરકારી સાબિત કરી શકે નહી જ્યારે હું તારા વિરૂધ્ધમાં માનહાનિનો દાવો મુકીશ ત્યારે તું થાકી જઇશ. આવી કહી આડકતરી રીતે ભયમાં મુક્યા હોવાની ફરીયાદ નોંધાઇ છે. જેને લઇ હિંમતનગર બી ડીવીઝન પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 506(2), 507 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.