ઘટના@હિંમતનગર: તાલુકા પંચાયતમાં સ્વભંડોળની ગ્રાન્ટને લઇ સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી

અટલ સમાચાર, હિંમતનગર હિંમતનગર તાલુકા પંચાયતમાં આજે સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના સામે આવી છે. પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટ બાબતે તાલુકા પંચાયતના સભ્યો મારામારી પર ઉતરી આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. બબાલ થતાં જ તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય અને ભાજપના ટેકેદાર તાલુકા પંચાયત કચેરીમાંથી ભાગ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સાબરકાંઠાની હિંમતનગર
 
ઘટના@હિંમતનગર: તાલુકા પંચાયતમાં સ્વભંડોળની ગ્રાન્ટને લઇ સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી

અટલ સમાચાર, હિંમતનગર

હિંમતનગર તાલુકા પંચાયતમાં આજે સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના સામે આવી છે. પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટ બાબતે તાલુકા પંચાયતના સભ્યો મારામારી પર ઉતરી આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. બબાલ થતાં જ તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય અને ભાજપના ટેકેદાર તાલુકા પંચાયત કચેરીમાંથી ભાગ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠાની હિંમતનગર તાલુકા પંચાયતના સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આજે બપોરના સમયે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધુળસિંહ રહેવર અને અપક્ષ સદસ્ય વિષ્ણુસિંહ વચ્ચે બબાલ થઇ હતી. પ્રાથમિક તપાસમાં પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટ બાબતે તાલુકા પંચાયતના સભ્યો મારામારી પર ઉતરી આવ્યા હોવાની વાત ચર્ચાઇ રહી છે.

ઘટના@હિંમતનગર: તાલુકા પંચાયતમાં સ્વભંડોળની ગ્રાન્ટને લઇ સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્વભંડોળની ગ્રાન્ટની ઉપપ્રમુખ ધુળસિંહ રહેવરના વિસ્તારમાં ન ફાળવી અન્ય વિસ્તારમાં ફાળવાઇ હોવાથી મુદ્દો ગરમાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ધુળસિંહ રહેવરે જણાવ્યું હતુ કે, મારા મતવિસ્તારની ગ્રાન્ટ અન્ય વિસ્તારમાં ફાળવી દેતાં સામાન્ય બોલાચાલી થઇ હતી. મારામારીની કોઇ ઘટના બની નથી.