ઘટના@હિંમતનગર: દારૂની રેઇડ કરવા ગયેલ પોલીસને ગાળો બોલી પથ્થર માર્યો, 2 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગર તાલુકાના ગામે પ્રોહિબિશન રેઇડ કરવા ગયેલ પોલીસની ટીમ પર ગામના ઇસમોએ ગાળો બોલી પથ્થર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજના સમયે હિંમતનગર તાલુકા પોલીસની ટીમ ચોક્કસ બાતમી આધારે સ્થાનિક ઇસમના ઘરે દારૂની રેઇડ કરવા ગઇ હતી. જે બાદમાં કાર્યવાહીને અંતે પંચનામા દરમ્યાન ગામના બે ઇસમોએ આવી પોલીસની
 
ઘટના@હિંમતનગર: દારૂની રેઇડ કરવા ગયેલ પોલીસને ગાળો બોલી પથ્થર માર્યો, 2 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગામે પ્રોહિબિશન રેઇડ કરવા ગયેલ પોલીસની ટીમ પર ગામના ઇસમોએ ગાળો બોલી પથ્થર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજના સમયે હિંમતનગર તાલુકા પોલીસની ટીમ ચોક્કસ બાતમી આધારે સ્થાનિક ઇસમના ઘરે દારૂની રેઇડ કરવા ગઇ હતી. જે બાદમાં કાર્યવાહીને અંતે પંચનામા દરમ્યાન ગામના બે ઇસમોએ આવી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. ઇસમોએ પોલીસને ગાળો બોલી લાકડુ અને પત્થરથી માર મારી ઇજા પહોંચાડી હતી. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર જઇ જતાં ઇસમો સામે હિંમતનગર તાલુકા પોલીસે મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામે દારૂની રેઇડ કરવા ગયેલ પોલીસની ટીમને ગાળો બોલી માર મારી ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે બીટ નંબર-3 ના ઇન્ચાર્જ ASI ઇશ્વરભાઇ, લોકરક્ષક જસવંતભાઇ અને ગજેન્દ્રસિંહ બીટ વિસ્તારમાં સમન્સ વોરંટ અને પ્રોહિબિશન લગત કાર્યવાહી હતા. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, સાયબાપુરા ગામે રામસિંહ રાઠોડ તેના ઘરે દારૂ રાખી વેચાણ કરે છે. જેને લઇ પંચો સાથે રાખી પ્રોહી રેઇડ કરી હતી. આ દરમ્યાન સાંજે છ વાગે કાર્યવાહી પુર્ણ થતાં પંચનામાની કવાયત વખતે ગામના બે ઇસમોએ આવી માથાકુટ કરી હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગામના રણજીતસિંહ અને યશપાલસિંહે આવીને કહેલ કે, તમો કેમ દારૂ પકડવા આવો છો ? ઘરે કોઇ હાજર ન હોય તો તે વખતે કોઇના ઘરમાં તપાસ કરવાની સત્તા તમોને નથી. તેમ કહી યુનિફોર્મમાં અમલદાર હોવાનું જાણવા છતાં ખોટી દલીલો કરી ગાળાગાળી કરી હતી. આ સાથે ઉશ્કેરાઇ જઇ લાકડુ મારી અને પથ્થર લઇ ગજેન્દ્રસિંહને મારવા જતાં માથાના પાછળના ભાગે વાગતા લોહી નિકળ્યું હતુ. આ તરફ આ બંને ઇસમોને પકડવા જતાં તેઓએ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ હિંમતનગર ગ્રામ્ય પોલીસે આરોપીઓ સામે આઇપીસી 332, 186, 324, 323, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. યશપાલસિંહ મનુસિંહ રાઠોડ
  2. રણજીતસિંહ મનુસિંહ રાઠોડ, ગામ-સાયબાપુર, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા