ઘટના@ઇડર: અંગત અદાવતમાં યુવકને માથાના ભાગે ઇંટ મારી, 4 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ,ઈડર ઇડરમાં એક યુવકને ચાર જેટલાં ઇસમોએ અંગત અદાવતમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ યુવકના પરિવારજનોએ આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ આપેલ હોઇ તેની અદાવત રાખી આરોપીઓએ ગઇકાલે રાત્રે યુવક પર હુમલો કર્યો હતો. જ્યાં યુવકને માથાના ભાગે ઇંટ મારતાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો.
 
ઘટના@ઇડર: અંગત અદાવતમાં યુવકને માથાના ભાગે ઇંટ મારી, 4 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ,ઈડર

ઇડરમાં એક યુવકને ચાર જેટલાં ઇસમોએ અંગત અદાવતમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ યુવકના પરિવારજનોએ આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ આપેલ હોઇ તેની અદાવત રાખી આરોપીઓએ ગઇકાલે રાત્રે યુવક પર હુમલો કર્યો હતો. જ્યાં યુવકને માથાના ભાગે ઇંટ મારતાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. જે બાદમાં ઇજાગ્રસ્ત યુવકના ભાઇએ ચાર ઇસમો સામે ઇડર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઈડરમાં આવેલ માતાવાળી ફળીમાં રહેતાં અલ્પેશ અમૃતભાઈ ભીલ પર હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે જોગણી માતાના મંદીરે ઉભેલાં અલ્પેશને એક શખ્સે અંગત અદાવતના લીધે ઝઘડામાં માથાના ભાગે ઈંટ મારતા તે ગંભીર ઘાયલ થઈ ગયો હતો. જેથી તેને સારવાર અર્થે ફરિયાદીના ભત્રીજાઓ મોટર સાઈકલમાં બેસાડી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ મામલાની જાણ પીડીતના ભાઈને થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોચી આવ્યા હતા. પરંતુ આરોપીઓ ફરિયાદીના ઘરે પહોંચી ધમકી આપી હતી કે, તમે અમારી વિરૂદ્ધ અગાઉ પણ પોલીસ ફરિયાદ કરી છે. જો હવે ફરીથી એવુ કરશો તો જાનથી મારી નાખીંશુ. એમ કહી તમામ 4 આરોપીઓ નાશી ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપીઓની ધમકીથી ફરિયાદી ડરી જતાં તેમને તુંરત 100 નંબર પર ફોન કરી પોલીસને બોલાવી લીધી હતી. જેને લઇ પોલીસ સ્થળે પહોચી જતાં તેમને આ સમગ્ર ઘટનાથી માહીતગાર કરી મારપીટ કરી યુવકને ગંભીર રીતે ઘાયલ કરનાર 4 શખ્શો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને લઇ ઈડર પોલીસે તમામ આરોપી વિરૂધ્ધ આઈપીસી કલમ 324, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. કીરણભાઈ પુંજાભાઈ ભોઈ
  2. કૃણાલ પુંજાભાઈ ભોઈ
  3. કૌશીક
  4. ધુળાભાઈ, તમામ રહે-ભોઈવાસ, વેરાઈમાતા મંદીર પાસે, ઈડર, જી.સાબરકાંઠા