ઘટના@કડી: પૈસાની માંગણી કરી વેપારીને ગડદાપાટુંનો માર માર્યો, 3 ઇસમ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડીમાં એક વેપારીએ ત્રણ ઇસમએ પૈસાની બાબતને લઇ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનુ સામે આવ્યુ છે. પંથકના વેપારીની દુકાને ગત દિવસોએ ઇસમોઅ આવીને કહેલ કે, નવેમ્બર માસના પૈસા ક્યારે આપો છો ? જેથી ફરીયાદીએ કહેલ કે, તમારા કોઇ બિલના રૂપિયા મારી પાસે બાકી લેવાના નીકળતાં નથી.
 
ઘટના@કડી: પૈસાની માંગણી કરી વેપારીને ગડદાપાટુંનો માર માર્યો, 3 ઇસમ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડીમાં એક વેપારીએ ત્રણ ઇસમએ પૈસાની બાબતને લઇ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનુ સામે આવ્યુ છે. પંથકના વેપારીની દુકાને ગત દિવસોએ ઇસમોઅ આવીને કહેલ કે, નવેમ્બર માસના પૈસા ક્યારે આપો છો ? જેથી ફરીયાદીએ કહેલ કે, તમારા કોઇ બિલના રૂપિયા મારી પાસે બાકી લેવાના નીકળતાં નથી. આ તરફ આરોપીઓને ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો બોલી ગડદાપાટુંનો માર માર્યો હતો. આ સાથે જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતા રહ્યાં હતા. ઘટનાને લઇ વેપારીએ ત્રણ ઇસમોના નામજોગ કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતાં વેપારીને ત્રણ ઇસમોએ માર માર્યો હોવાની ઘટના સામે આછી છે. દેવમ કોમોડીટીસના પ્રકાશભાઇ મહેતા ગત પ જાન્યુઆરીના રોજ તેમની ઓફીસમાં હતા. આ દરમ્યાન માર્કેટયાર્ડમાં આવેલી અંબિકા ટ્રેડીંગમાંથી એક ઇસમે આવીને પ્રકાશભાઇને કહેલ કે, મારા શેઠ તમને મળવા બોલાવે છે. જેને લઇ પ્રકાશભાઇ અને સ્ટાફના મહેશભાઇ તેમને મળવા નીચે પહોંચ્યાં હતા. જ્યાં નાથાલાલ, ચેતનભાઇ મુકેશભાઇએ નવેમ્બર માસના બીલના રૂ.52,73,000 ક્યારે આપો છો તેમ કરી માથાકૂટ કરી હતી.

ઘટના@કડી: પૈસાની માંગણી કરી વેપારીને ગડદાપાટુંનો માર માર્યો, 3 ઇસમ સામે ગુનો દાખલ
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદી પ્રકાશભાઇ માર્કેટયાર્ડમાં એરંડા વેચાણ સારૂ આવતાં હોઇ જેની ખરીદી કરી મીલમાં સપ્લાયર તરીકે કામ કરે છે. 5 જાન્યુઆરીએ આરોપીઓએ ફરીયાદીને નવેમ્બર માસના પૈસાની વાતને લઇ ગાળાગાળી કરી હતી. જેથી ફરીયાદી કહેલ કે, તમારા કોઇ બીલના રૂપિયા મારી પાસે લેવાના નીકળતાં નથી. આપણે છેલ્લાં ત્રણેક વર્ષથી સાથે ધંધો કરીએ છીએ જેમાં અત્યાર સુધી કોઇ લેવડ-દેવડમાં તકલીફ થયેલ નથી. તો હવે તમે ક્યાં બીલના રૂપિયા માંગો છો ? આવુ કહેતાં આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાને લઇ પ્રકાશભાઇએ આરોપીઓ સામે કડી પોલીસ મથકે આઇપીસીની કલમ 323, 504, 506(2), 114 મુજબ ગુનો દાખલ કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. નાથાલાલભાઇ
  2. ચેતનભાઇ
  3. મુકેશભાઇ