ઘટના@ખેડબ્રહ્માઃ અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, સાબરકાંઠા ખેડબ્રહ્માં તાલુકાના ગામ નજીક અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે. મુળ લક્ષ્મીપુરાનો યુવક તેમના ગામના મિત્ર સાથે બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન અચાનક એક અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક ફંગોળતાં ચાલકને માથાના અને ગળાના ભાગે ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
 
ઘટના@ખેડબ્રહ્માઃ અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, સાબરકાંઠા

ખેડબ્રહ્માં તાલુકાના ગામ નજીક અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે. મુળ લક્ષ્મીપુરાનો યુવક તેમના ગામના મિત્ર સાથે બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન અચાનક એક અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક ફંગોળતાં ચાલકને માથાના અને ગળાના ભાગે ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજા યુવકને સારવાર અર્થે ખસેડાયા બાદ મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર વાહનચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા પંથકના શીલવાડ થી દેરોલ જતા માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામના જીતેન્દ્રભાઇ રમેશભાઇ પટેલ અને તેમના મિત્ર રાજુભાઇ કાન્તિભાઇ બંન્ને જણા બાઇક લઇને દેરોલ બાજુથી આવતા હતા. આ દરમ્યાન શીલવાડ થી દેરોલ રોડ પર સદારા કંપા નજીક અજાણ્યાં વાહને ટક્કર મારી હતી. જેમાં જીતેન્દ્રભાઇ રમેશભાઇ પટેલને માંથાના અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. આ તરફ રાજુભાઇ કાન્તિભાઇને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સુત્રોએ જણાવ્યું હતું કે, સાબરકાઠાં જીલ્લામાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માતની જાણ થતાં મૃતકના ભાઇ સહિતના સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં મૃતકની લાશને ખેડબ્રહ્મા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગે ખસેડાઇ હતી. આ તરફ લક્ષ્મીપુરાના રાજુભાઇ કાન્તિભાઇને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. સમગ્ર મામલે મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર વાહન ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે વાહન ફરાર ચાલક સામે આઇપીસી કલમ 279, 337, 338, 304A અને મોટર વાહન અધિનિયમ કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.