ઘટના@ખેરાલુ: પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઇઓએ જ બળજબરીથી અપહરણ કર્યુ, ગુનો દાખલ

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરોFacebookTwitterPinterestEmailLinkedInWhatsAppઅટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ ખેરાલુ તાલુકાના ગામેથી પ્રેમલગ્ન કરનાર બહેનનું તેના જ ભાઇઓએ અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ પંથકની યુવતિએ એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદમાં બંને યુવકના ગામમાં રહેતાં હતા. આ દરમ્યાન ગઇકાલે યુવતિના બે ભાઇઓ અને ચાર અજાણ્યાં શખ્સો સહિત
 
ઘટના@ખેરાલુ: પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઇઓએ જ બળજબરીથી અપહરણ કર્યુ, ગુનો દાખલ
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ

ખેરાલુ તાલુકાના ગામેથી પ્રેમલગ્ન કરનાર બહેનનું તેના જ ભાઇઓએ અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ પંથકની યુવતિએ એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદમાં બંને યુવકના ગામમાં રહેતાં હતા. આ દરમ્યાન ગઇકાલે યુવતિના બે ભાઇઓ અને ચાર અજાણ્યાં શખ્સો સહિત કુલ 6 વ્યક્તિ સ્વિફ્ટ કારમાં યુવકના ઘરે આવ્યા હતા. જોકે યુવક હાજર ન હોઇ સ્થાનિક સાથે મારામારી કરી યુવતિને બળજબરીથી પોતાની સાથે અપહરણ કરીને લઇ ગયાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે યુવતિના પતિએ પોતાના બંને સાળા સહિત કુલ 6 વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના ઉમરી ગામની યુવતિનું ફતેપુરા ગામેથી તેના જ ભાઇઓએ અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઉમરીથી એક યુવતિને ખેરાલુના ફતેપુરાના ગોવિંદભાઇ ચૌધરી સાથે છએક માસ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદમાં બંને ફતેપુરા ગામે રહેતાં હોઇ ગઇકાલે ગોવિંદ ચૌધરી ખેતરેથી ઘરે આવતાં ઘર આગળ ભીડ જોઇ ચોંકી ઉઠ્યા હતા. જ્યાં તપાસ કરતાં ગોવિંદ ચૌધરીની બહેને જણાવ્યું હતુ કે, યુવતિના ભાઇ રબારી સંજયભાઇ માલજીભાઇ અને રબારી કિરણભાઇ માલજીભાઇ સાથે અન્ય ચાર અજાણ્યાં માણસો મારામારી કરી યુવતિનું અપહરણ કરીને લઇ ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખેરાલુ તાલુકાના ગામે પ્રેમલગ્ન કરનાર યુવતિનું અપહરણ કરવા આવેલા ભાઇઓને યુવકની બહેને રોકવાનો પ્રયાસ કરતાં ઇસમોએ તેમની સાથે પણ મારામારી કરી હતી. જે બાદમાં યુવતિનું બળજબરીથી અપહરણ કરી નાસી છુટ્યાં હોવાની ઘટનાસ સામે આવી છે. સમગ્ર મામલે યુવતિના પતિએ તેના બંને સાળા સહિત કુલ 6 વ્યક્તિઓ સામે ખેરાલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ખેરાલુ પોલીસે તમામ ઇસમો સામે આઇપીસી 365, 147, 148, 149, 143, 323 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો