ઘટના@ખેરાલુ: ખેતરમાં અચાનક આગ લાગી, ઘઉંનો પાક સળગી જતાં ખેડૂતને મોટું નુકશાન

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ ખેરાલુ તાલુકાના ગામે આજે બપોરના સમયે ઘઉંના ખેતરમાં અચાનક આગની ઘટના સામે આવી છે. બપોરે સમયે અચાનક ઘઉંના ઉભા પાકમાં કોઇ કારણોસર આગ લાગી હતી. જેને લઇ ઘઉંનો ઉભો ભાગ આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઇ ગયો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં
 
ઘટના@ખેરાલુ: ખેતરમાં અચાનક આગ લાગી, ઘઉંનો પાક સળગી જતાં ખેડૂતને મોટું નુકશાન

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ

ખેરાલુ તાલુકાના ગામે આજે બપોરના સમયે ઘઉંના ખેતરમાં અચાનક આગની ઘટના સામે આવી છે. બપોરે સમયે અચાનક ઘઉંના ઉભા પાકમાં કોઇ કારણોસર આગ લાગી હતી. જેને લઇ ઘઉંનો ઉભો ભાગ આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઇ ગયો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ખેતરે ઉમટી પડ્યા હતા. જોકે ખેતર માલિકના આક્ષેપો મુજબ વીજલાઇનના સ્પાર્ક થતાં તણખાં નીચે પડતાં લાગી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના રામપુરા ગામની સીમમાં આજે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી છે. કે.એન.રાવલ નામના ખેડૂતના ખેતરમાં બપોરના સમયે અચાનક આગ લાગતાં દોઢ વીઘાનો ઘઉંનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. ખેડૂતના આક્ષેપ મુજબ ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં સ્પાર્ક થતાં તણખાં નીચે પડતાં આગ લાગી હતી. જેથી તેમને અંદાજે 25,000થી વધુનું નુકશાન થયુ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.