ઘટના@મેઘરજ: ખોટું સોગંદનામું-પેઢીનામું કરી જમીનમાંથી વારસદારોના નામ કાઢ્યાં, 3 સામે FIR

અટલ સમાચાર, મેઘરજ મેઘરજમાં ખેડૂત પરિવારની જાણ બહાર આરોપીઓએ ભેગામળી ખોટું સોગંદનામું કરી વારસદારોના નામ કઢાવ્યા હોવાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. તાલુકાના ગામે ખેડૂતના મૃત્યુ બાદ વારસદાર તરીકે ફરીયાદીના દાદા તથા દાદાના ભાઇ સહિતના નામો આવતાં હોવા છતાં આરોપીઓએ ભેગા મળી ખોટું સોગંદનામું રજુ કરી વારસદારોના નામો કઢાવ્યાં હતા. જે બાબતે ફરીયાદીને જાણ
 
ઘટના@મેઘરજ: ખોટું સોગંદનામું-પેઢીનામું કરી જમીનમાંથી વારસદારોના નામ કાઢ્યાં, 3 સામે FIR

અટલ સમાચાર, મેઘરજ

મેઘરજમાં ખેડૂત પરિવારની જાણ બહાર આરોપીઓએ ભેગામળી ખોટું સોગંદનામું કરી વારસદારોના નામ કઢાવ્યા હોવાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. તાલુકાના ગામે ખેડૂતના મૃત્યુ બાદ વારસદાર તરીકે ફરીયાદીના દાદા તથા દાદાના ભાઇ સહિતના નામો આવતાં હોવા છતાં આરોપીઓએ ભેગા મળી ખોટું સોગંદનામું રજુ કરી વારસદારોના નામો કઢાવ્યાં હતા. જે બાબતે ફરીયાદીને જાણ થતાં ત્રણ લોકોના નામજોગ ઇસરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ગેડ(પંડવાળા) ગામે નરેશભાઇ જીવાભાઇ બરંડા પરિવાર સાથે રહી ખેતી કરાવે છે. ગત જૂન-2020માં નરેશભાઇને જમીનના ઉતારાની જરૂર હોઇ કઢાવતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. જેમાં તેમના મૃતક દાદા કાળાભાઇ કમાભાઇના બરંડાના વારસદાર તરીકે તેમના ભાઇ લક્ષ્મણભાઇ કમાભાઇ બરંડાઓ જીવીત હોવા છતાં તેમના નામો ન હતા. જેથી તપાસ કરતાં અમરાભાઇ બરંડા, જયંતિભાઇ બરંડા અને અરવિંદભાઇ બરંડાએ ભેગા મળી ખોટું સોગંદનામું કરી ગ્રામ પંચાયતમાં ખોટું પેઢીનામું બનાવડાવી ખોટી વારસાઇની નોંધા પડાવી દીધી હોવાનું ખુલ્યું હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વડીલોપાર્જીત જમીનમાં મૃતકના વારસદારનું નામ ન હોવાથી ફરીયાદી સહિત પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં ફરીયાદીએ પરિવારની દીકરીઓને પુછતાં તેમને સહીઓ કરી ન હોવાનું કહેતાં આ સોગંદનામું અને પેઢીનામું ખોટું હોવાનું સામે આવ્યું હતુ. આ તરફ ફરીયાદીએ ગેડ ગામે રેવન્યુ સર્વે નં-90 જેનો જુનો રેવન્યું સર્વે નં-77, હે-6, આરે-80, ચો.કી.52 જેટલી ખેતીની જમીનમાં ખોટું સોગંદનામું અને પેઢીનામું બનાવી મામલતદાર કચેરીમાં ખરા તરીકે રજુ કરી વારસદારોના નામ વારસાઇમાંથી નીકાળ્યા હોવાની ત્રણ લોકોના નામજોગ ફરીયાદ દાખલ કરાવી છે. આ તરફ ઇસમી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 465, 467, 467, 471, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. અમરાભાઇ કમાભાઇ બરંડા, ગેડ(પંડવાળા),ગામ-ઇસરી, તા.મેઘરજ, જી.અરવલ્લી
  2. જયંતિભાઇ ધનજીભાઇ બરંડ, ગેડ(પંડવાળા),ગામ-ઇસરી, તા.મેઘરજ, જી.અરવલ્લી
  3. અરવિંદભાઇ ધનજીભાઇ બરંડા, ગેડ(પંડવાળા),ગામ-ઇસરી, તા.મેઘરજ, જી.અરવલ્લી