ઘટના@મહેસાણા: એક જ સોસાયટીમાં 3 મકાનોના તાળા તુટ્યાં, દાગીના સહિત 1.90 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણામાં એક જ સોસાયટીમાં 3 મકાનોને તસ્કરોએ નિશાન બનાવી કુલ 1.90 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. અજાણ્યાં ઇસમોએ મકાનનું તાળું તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી. ઘટનાને લઇ ફરીયાદીએ અજાણ્યાં ઇસમો સામે ગુનો દાખલ કરાવતાં વધુ તપાસ હાથ ધરી છે. એક જ
 
ઘટના@મહેસાણા: એક જ સોસાયટીમાં 3 મકાનોના તાળા તુટ્યાં, દાગીના સહિત 1.90 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણામાં એક જ સોસાયટીમાં 3 મકાનોને તસ્કરોએ નિશાન બનાવી કુલ 1.90 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. અજાણ્યાં ઇસમોએ મકાનનું તાળું તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી. ઘટનાને લઇ ફરીયાદીએ અજાણ્યાં ઇસમો સામે ગુનો દાખલ કરાવતાં વધુ તપાસ હાથ ધરી છે. એક જ સોસાયટીમાં 3 અને અન્ય એક સોસાયટીમાં 2મકાનના તાળાં તુટતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના શૈલજા ગ્રીન્સની બાજુમાં આવેલ બંસરી ટાઉનશીપમાં એકસાથે 3 મકાનના તાળાં તુટ્યાં હોવાની ઘટના સામે આવી છે. બંસરી ટાઉનશીપમાં રહેતાં અમિતકુમાર પટેલ અને બહારગામ ગયા બાદ તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતુ. તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ 1,00,000 સોનાચાંદીના દાગીના મળી 1,41,000ની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતુ.

ઘટના@મહેસાણા: એક જ સોસાયટીમાં 3 મકાનોના તાળા તુટ્યાં, દાગીના સહિત 1.90 લાખની ચોરી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બંસરી ટાઉનશીપમાં જ અન્ય 2 ઘરોને પર તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં ગજ્જર હર્ષદભાઇના મકાનમાંથી રોકડ અને દાગીના મળી કુલ કિ.રૂ. 12,250 અને પંકજભાઇ પટેલના મકાનમાંથી 5,000ની ચોરી થઇ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે બાજુની રાધે કુંદન સોસાયટીમાં રહેતાં પ્રજાપતિ રવિન્દ્રભાઇના ઘરે રોકડ અને દાગીના મળી કુલ 32,200 અને પ્રજાપતિ બાબુભાઇના ઘરે પણ ચોરી થઇ હોવાનું સામે આવ્યુ છે. તસ્કરોએ આ ચાર મકાનમાંથી કુલ કિ.રૂ.1,90,450ની ચોરી કરી હોવાની ફરીયાદ અમિતકુમાર પટેલે નોંધાવી છે. જેને લઇ તાલુકા પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@મહેસાણા: એક જ સોસાયટીમાં 3 મકાનોના તાળા તુટ્યાં, દાગીના સહિત 1.90 લાખની ચોરી