ઘટના@મહેસાણા: અંગત અદાવતમાં ઇસમોએ ધારીયા અને પાઇપથી યુવકને માર મારતાં ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા તાલુકાના ગામે અગાઉની ફરીયાદી બાબતે અદાવત રાખી ઇસમોએ યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક યુવકે અગાઉ કોઇ બાબતે ગામના ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે બાબતે અદાવત રાખી ઇસમોએ બુધવારે સાંજે યુવક ખેતરેથી પોતાના ઘર તરફ આવતો હોઇ ત્યાં રોકી માથાકૂટ કરી ગાળાગાળી કરી હતી.
 
ઘટના@મહેસાણા: અંગત અદાવતમાં ઇસમોએ ધારીયા અને પાઇપથી યુવકને માર મારતાં ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા તાલુકાના ગામે અગાઉની ફરીયાદી બાબતે અદાવત રાખી ઇસમોએ યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક યુવકે અગાઉ કોઇ બાબતે ગામના ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે બાબતે અદાવત રાખી ઇસમોએ બુધવારે સાંજે યુવક ખેતરેથી પોતાના ઘર તરફ આવતો હોઇ ત્યાં રોકી માથાકૂટ કરી ગાળાગાળી કરી હતી. જેથી યુવકે ગાળાગાળી કરવાની ના પાડતાં ઇસમોએ ઉશ્કેરાઇ જઇ ધારીયાનો ઘા મારવા જતાં યુવકને અંગુઠાના ભાગે ઇજા પહોંચી હતી. આ સાથે ઇસમોએ તેને લોખંડની પાઇપથી માર મારી જતાં જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના ઉચરપી ગામે અગાઉની ફરીયાદ બાબતે મનદુ:ખ રાખી યુવકને માર મરાયો છે. ગામના દીલીપકુમાર દલસંગભાઇ ચૌધરી બુધવારે સાંજે પોતાના ખેતરેથી પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન ચૌધરી દિનેશભાઇ શંકરભાઇ, ચૌધરી હીરમલભાઇ જીવરાભાઇ, ચૌધરી મયુરભાઇ પ્રભુદાસ, ચૌધરી વિષ્ણુભાઇ કાનજીભાઇ અને ચૌધરી રમેશભાઇ કાનજીભાઇ(તમામ રહે.ઉચરપી) આવી પહોંચ્યાં હતા. જ્યાં આ ઇસમોએ દીલીપકુમારને તે અમારી સાથે કેમ અગાઉ ઝઘડો કર્યો હતો તેવું કહી મનફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.

ઘટના@મહેસાણા: અંગત અદાવતમાં ઇસમોએ ધારીયા અને પાઇપથી યુવકને માર મારતાં ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદી યુવકે ગાળો બોલવાની ના પાડતાં આ ઇસમો તેના પર તુટી પડ્યા હતા. જે પૈકી એક ઇસમ ધારીયું મારવા જતાં ફરીયાદીએ હાથ વચ્ચે લાવતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ તરફ અન્ય ઇસમોએ લોખંડની પાઇપો વડે માર મારી નીચે પાડી દઇ ગડદાપાટુનો માર માર્યો હતો. આ તરફ ફરીયાદી યુવકે બુમાબુમ કરતાં તેમનો ભત્રીજો આવી પહોંચતાં ઇસમોએ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાને લઇ યુવકે પાંચ ઇસમોના નામજોગ મહેસાણા તાલુકા પોલીસ મથકે આઇપીસી 143, 147, 148, 149, 323, 504, 506(2), 114 અને જીપીએની કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે.

ઘટના@મહેસાણા: અંગત અદાવતમાં ઇસમોએ ધારીયા અને પાઇપથી યુવકને માર મારતાં ફરીયાદ
જાહેરાત