ઘટના@મહેસાણાઃ દહેજ ભૂખ્યાં પતિ અને સાસરીયાઓએ પરીણિતાને મારીને તગેડી મુકી, 5 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા શહેરની પરીણિતાએ તેના પતિ અને સાસરીયા સામે દહેજ માંગની કરી માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. મહેસાણાની યુવતિના લગ્ન સાતેક વર્ષ અગાઉ અમદાવાદ ખાતે થયા બાદ સાસરીયાઓ પ્રથમ સારૂ રાખતાં હતા. જે બાદમાં પરીણિતાનો પતિ દારૂ પીવાની ટેવ વાળો હોઇ અવાર-નવાર મહિલાને માર મારતો હતો. આ સાથે પરીણિતાની સાસુ, જેઠ-જેઠાણી
 
ઘટના@મહેસાણાઃ દહેજ ભૂખ્યાં પતિ અને સાસરીયાઓએ પરીણિતાને મારીને તગેડી મુકી, 5 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા શહેરની પરીણિતાએ તેના પતિ અને સાસરીયા સામે દહેજ માંગની કરી માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. મહેસાણાની યુવતિના લગ્ન સાતેક વર્ષ અગાઉ અમદાવાદ ખાતે થયા બાદ સાસરીયાઓ પ્રથમ સારૂ રાખતાં હતા. જે બાદમાં પરીણિતાનો પતિ દારૂ પીવાની ટેવ વાળો હોઇ અવાર-નવાર મહિલાને માર મારતો હતો. આ સાથે પરીણિતાની સાસુ, જેઠ-જેઠાણી અને દિયરની ચઢામણીમાં આવીને દહેજની માંગ કરી માર મારી ગત દિવસોએ પરીણિતાને ઘરેથી કાઢી મુકી હતી. જેથી પરીણિતાને મહેસાણા સિવીલમાં સારવાર લઇ કુલ 5 વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના અમરપુરામાં રહેતાં પરીણિતાએ તેના પતિ અને સાસરીયાઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે અમરપરાની પરીણિતાના લગ્ન અમદાવાદના નોબલનગરમાં રહેતાં સંજય મોહનભાઇ રાઠોડ સાથે થયા હતા. જે બાદમાં લગ્નજીવન દરમ્યાન બે બાળકો થયા હતા. આ તરફ પરીણિતાનો પતિ સંજય દારૂ પિવાની ટેવવાળો હોઇ અવાર-નવાર મારઝૂડ કરતો હતો. જોકે મહિલાની સાસુ હંસાબેન, દિયર રવિ, જેઠ રતનભાઇ અને જેઠાણી પારૂલબેન બધા ભેગા મળી મહિલાના પતિ સંજયને ચઢામણી કરતાં હતા. જેથી સંજયે 18 એપ્રિલના રોજ મહિલાને માર મારી દહેજમાં રૂ.25,000 લાવવાની માંગ કરી તગેડી મુકી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણાની પરીણિતાએ તેના પતિ સહિત સાસરીયા સામે દહેજમાંગણીની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. પરીણિતાનો પતિ દારૂ પીને અવાર-નવાર તેને માર મારતો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ સાથે તેના સાસરીયાઓ પરીણિતા પાસે 25,000 દહેજમાં માંગી અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપણાં હોવાનું પણ લખાવ્યુ છે. સમગ્ર મામલે પરીણિતાએ કુલ પાંચ વ્યક્તિઓના નામજોગ મહેસાણા શહેર એ ડીવીઝનમાં પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે પાંચેય સામે આઇપીસી 498A, 323, 114 અને દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ 4 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે