બનાવ@મહેસાણા: ફૂડ ફેક્ટરીમાં ધોકા સાથે પ્રવેશી તોડફોડ કરી, 5 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ ફૂડ ફેક્ટરીમાં ઘુસી ઇસમોએ તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. ફરીયાદ મુજબ હાઇવે પર આવેલ ફૂડ ફેક્ટરીની વરંડાની દીવાલ અને આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરા કેટલાંક ઇસમોએ અગાઉ તોડી નાંખ્યા હતા. જે બાદમાં સિક્યુરીટી ગાર્ડ પર પણ પથ્થરમારો કરી ગાળો બોલતાં હોઇ ગત દિવસોએ
 
બનાવ@મહેસાણા: ફૂડ ફેક્ટરીમાં ધોકા સાથે પ્રવેશી તોડફોડ કરી, 5 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ ફૂડ ફેક્ટરીમાં ઘુસી ઇસમોએ તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. ફરીયાદ મુજબ હાઇવે પર આવેલ ફૂડ ફેક્ટરીની વરંડાની દીવાલ અને આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરા કેટલાંક ઇસમોએ અગાઉ તોડી નાંખ્યા હતા. જે બાદમાં સિક્યુરીટી ગાર્ડ પર પણ પથ્થરમારો કરી ગાળો બોલતાં હોઇ ગત દિવસોએ ઇસમોને સમજાવીને પાછા મોકલાયા હતા. જે બાદમાં સોમવારે સવારના સમયે આ ઇસમો અન્ય સાગરીતો સાથે ફેક્ટરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઓફીસમાં તોડફોડ કરી કર્મચારીને ધોકામારી અને મેનેજરને ગાળાગાળી કરી હતી. સમગ્ર મામલે મેનેજરે કુલ પાંચ ઇસમો સામે લાંઘણજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા-અમદાવાદ હાઇવે પર બાલીયાસણ ગામે મે-કેન ફૂડ ઇન્ડિયા પ્રા.લિ. કંપનીમાં તોડફોડની ઘટના સામે આવી છે. ગત દિવસોએ ફેક્ટરીની વરંડાની દિવાલ અને આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાને ઠાકોર અરવિંદ અને ઠાકોર દિલીપે નુકશાન પહોંચાડ્યુ હતુ. આ સાથે સિક્યુરીટી ગાર્ડ ઉપર પણ રાત્રિના સમયે પથ્થરો ફેંકી ગાળો બોલતાં હોઇ જે-તે વખતે સિક્યુરીટીના માણસોએ તેમને સમજાવી પાછા કાઢ્યા હતા. આ દરમ્યાન 7 જૂનના સોમવારે આ બંને ઇસમો ધોકા સાથે ઠાકોર પિન્ટુ, રાહુલ અને આશીષ સાથે ફેક્ટરીમાં ગેરકાયદેસર પ્રવેશ્યાં બાદ તોડફોડ કરી હતી.

બનાવ@મહેસાણા: ફૂડ ફેક્ટરીમાં ધોકા સાથે પ્રવેશી તોડફોડ કરી, 5 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મે-કેન ફૂડ ફેક્ટરીની બાજૂમાં રહેતાં ઇસમોએ ફેક્ટરીમાં ગેરકાયદેસર પ્રવેશી તોડફોડ કરતાં ચકચાર મચી ગઇ છે. સોમવારે સવારે બનેલી ઘટના દરમ્યાન ઇસમોએ ગેટ આગળ ઉભેલા કર્મચારીને ધોકો માર્યો હતો. આ સાથે મેનેજરની ઓફીસ અને રીસેપ્શન ટેબલ પરની ફાઇલો ફેંકી દંઇ તોડફોડ કરીછ હતી. ઇસમોએ મેનેજરને પણ મા-બેન સામે ખરાબ ગાળો બોલી હોઇ સિક્યુરીટી ગાર્ડ સહિતનાએ વચ્ચે પડી સમજાવતાં ઇસમો નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે ફેક્ટરીના મેનેજર રાકેશકુમારે 5 ઇસમ વિરૂધ્ધ લાંઘણજ પોલીસ મથકે આઇપીસી 147, 148, 149, 323, 504, 427, 452 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે. જેને લઇ લાંઘણજ PI તારાબા વાળાની ટીમે એક ઇસમને ઝડપી પાડી અન્ય ઇસમોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.