ઘટના@મહેસાણા: નજીવી બાબતે ઇસમોએ યુવકને ગાળો બોલી માર માર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા શહેરમાં સામાન્ય બાબતે મારામારીની ઘટના સામે આવ્યા બાદ આજે બંને પક્ષોએ સામસામે ફરીયાદ નોંધાવી છે. જેમાં એક પક્ષની ફરીયાદ મુજબ ઇસમોએ તેમને રોકી ઝાપટ મારવાનો પ્રયાસ કરી ગાળાગાળી કરી હતી. જ બાદમાં ઇસમોએ તેમને ગડદાપાટુનો માર મારતાં ફરીયાદીના ભાઇ આવી પહોંચતાં વધુ મારમાંથી છોડાવ્યા હતા. ઘટનામાં ફરીયાદીનો સોનાનો દોરો
 
ઘટના@મહેસાણા: નજીવી બાબતે ઇસમોએ યુવકને ગાળો બોલી માર માર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા શહેરમાં સામાન્ય બાબતે મારામારીની ઘટના સામે આવ્યા બાદ આજે બંને પક્ષોએ સામસામે ફરીયાદ નોંધાવી છે. જેમાં એક પક્ષની ફરીયાદ મુજબ ઇસમોએ તેમને રોકી ઝાપટ મારવાનો પ્રયાસ કરી ગાળાગાળી કરી હતી. જ બાદમાં ઇસમોએ તેમને ગડદાપાટુનો માર મારતાં ફરીયાદીના ભાઇ આવી પહોંચતાં વધુ મારમાંથી છોડાવ્યા હતા. ઘટનામાં ફરીયાદીનો સોનાનો દોરો અને રોકડ રકમ પણ ક્યાંક પડી ગઇ હોવાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ મહેસાણા એ ડીવીઝન પોલીસે બે ઇસમના નામજોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરમાં ગઇકાલે રાત્રે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. શહેરના સાંઇબાબા મંદીરની પાછળ શિવમ રેસીડેન્ડીમાં રહેતાં હિમાંશુભાઇ ગૌતમભાઇ ગાંધીએ નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓ ગઇકાલે રાત્રે દસેક વાગ્યે બાઇક લઇ પોતાના ઘરે જતાં હતા. આ દરમ્યાન નવી ચિત્રોડીપુરા (ઇન્દીરાનગર)ના સેનમા હિમાંશુ ઉર્ફે લાલો મહેન્દ્રભાઇ સહિતના બૌધ્ધ વિહાર આગળ અંધારામાં ઉભા હોઇ ફરીયાદી નીકળતાં ઝાપટ મારવાનો પ્રયાસ કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગાળાગાળી કરી ગડદાપાટુનો માર મારવા લાગ્યા બાદ સેનમા ભાવેશે કમરમાંથી છરી કાઢી મારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન ફરીયાદીના ભાઇ આવી જતાં વધુ મારમાંથી છોડાવ્યા બાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે મારમારીની ઘટનામાં હિમાંશુભાઇ ગાંધીએ ગળામાં પહેરેલ દોઢ તોલાનો સોનાનો દોરો અને રોકડ રકમ રૂ.4,000 ક્યાંક પડી ગયા હોવાની ફરીયાદ નોંધાવી છે. મહેસાણા એ ડીવીઝન પોલીસે 2 ઇસમના નામજોગ આઇપીસી 323, 504, 403, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.