બનાવ@મહેસાણા: લગ્નની લાલચે સગીરાને ભગાડી શરીર સુખ માણ્યું, ઇસમ વિરૂધ્ધ પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણામાંથી માર્ચ મહિનામાં મુસ્લિમ યુવક એક સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. જે બાદમાં યુવતિને લગ્નની લાલચ આપી અવાર-નવાર તેની સાથે શરીર સુખ પણ માણ્યું હતુ. આ તરફ યુવકે લગ્નની લાલચ આપી હોવા છતાં લગ્ન નહીં કરી સગીરાને માર મારતો હોઇ સગીરા એક દિવસ ત્યાંથી ભાગીને વિસનગર આવતી
 
બનાવ@મહેસાણા: લગ્નની લાલચે સગીરાને ભગાડી શરીર સુખ માણ્યું, ઇસમ વિરૂધ્ધ પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણામાંથી માર્ચ મહિનામાં મુસ્લિમ યુવક એક સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. જે બાદમાં યુવતિને લગ્નની લાલચ આપી અવાર-નવાર તેની સાથે શરીર સુખ પણ માણ્યું હતુ. આ તરફ યુવકે લગ્નની લાલચ આપી હોવા છતાં લગ્ન નહીં કરી સગીરાને માર મારતો હોઇ સગીરા એક દિવસ ત્યાંથી ભાગીને વિસનગર આવતી રહી હતી. જે બાદમાં પિતાને ફોન કરી બોલાવી ઘરે આવી તમામ વાત કરતાં પરીજનો ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર મામલે સગીરાના પિતાએ એક ઇસમ સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના એક ગામની સગીરાને કટોસણ ગામનો મુસ્લિમ યુવક ભગાડી ગયા બાદ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતાં પરિવારની સગીર દીકરી ગત 14 માર્ચ 2021ના રોજ બપોરના સમયે માતા-પિતાને ટીફીન આપવા નહીં પહોંચતાં ઘટના સામે આવી હતી. જે બાદમાં સાંજે તપાસ કરતાં સગીરા બપોરે ટીફીન આપવા બપોરે નીકળી હોવાનું સામે આવતાં તેને શોધખોળ કરવા છતાં મળી ન હતી. જે બાદમાં અંદાજે પંદરેક દિવસ પરથી અજાણ્યાં નંબર પરથી સગીરાએ તેના પિતાને ફોન કરીને કહેલ કે, હું મૌસીન ઉમરભાઇ લંઘા(મુસલમાન)મુળ રહે.તેજપુરા (કટોસણ)તા.જોટાણા અને હાલ રહે. અમદાવાદ વાળા સાથે અમદાવાદ છુ અને અમો રાજીખુશીથી રહીએ છીએ. જેથી સગીરાના પિતાએ કહેલ કે, તમો બંને ખુશ હોય તો મને કોઇ વાંધો નથી. જે બાદમાં અવાર-નવાર સગીરા અને પરિવારને મોબાઇલ ફોનની વાતચીત થતી હતી.

બનાવ@મહેસાણા: લગ્નની લાલચે સગીરાને ભગાડી શરીર સુખ માણ્યું, ઇસમ વિરૂધ્ધ પોક્સો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અચાનક 7 મેના રોજ સગીરાનો ફોન પિતા પર આવ્યો હતો કે, હું હાલ ખેરાલુ હોટલ વે-વેઇટની બાજુમાં રોડ ઉપર ઉભી છુ. જેથી પરિવારજનો સગીરાને ઘરે લઇ આવ્યા હતા. જે બાદમાં સગીરાએ પિતા સહિત પરિવારને મુસ્લિમ યુવક વિશેની વાત કરતાં પરીજનો ચોંકી ઉઠ્યા હતા. જેમાં ઇસમ સગીરાને ભગાડીને અમદાવાદ લઇ ગયા બાદ ત્યાં તેને લગ્નની લાલચ આપી શરીરસુખ માણ્યું હતુ. જે બાદમાં હિંમતનગર લઇ ગયા બાદ પણ શરીરસુખ માણ્યું હતુ. જોકે લગ્ની લાલચ આપ્યાં બાદ પણ ઇસમે લગ્ન નહીં કરી શરીર સુખ માણી સગીરાને માર મારતો હોઇ સગીરા ત્યાંથી ભાગીને ખેરાલુ આવતી રહી હોવાનું જણાવ્યું હતુ. સમગ્ર મામલે સગીરાના પિતાએ ઇસમ સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે આઇપીસી 363, 366, 376(2)(n), 323 અને પોક્સો એક્ટની કલમ 4, 5(L), 6, 8 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.