ઘટના@મહેસાણા: અદાવતમાં યુવક પર તલવાર વડે હુમલો, સામસામે FIRમાં 8 આરોપી બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના કહરે વચ્ચે મહેસાણા શહેરના મગપરા વિસ્તારમાં અગાઉની અદાવતને લઇ સામસામે મારામારીની ઘટના સામે આવી છે. શનિવારે સાંજે અગાઉની કોઇ બાબતને માથાકૂટની અદાવતને લઇ બંને ઇસમો સામસામે આવી ગયા હતા. જેમાં તલવારથી એકબીજા પર હુમલો કરાયા અને જાનથી મારી નાંખવાની ધમકીઓ અપાઇ હોવાની સામસામે ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે મહેસાણા
 
ઘટના@મહેસાણા: અદાવતમાં યુવક પર તલવાર વડે હુમલો, સામસામે FIRમાં 8 આરોપી બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહરે વચ્ચે મહેસાણા શહેરના મગપરા વિસ્તારમાં અગાઉની અદાવતને લઇ સામસામે મારામારીની ઘટના સામે આવી છે. શનિવારે સાંજે અગાઉની કોઇ બાબતને માથાકૂટની અદાવતને લઇ બંને ઇસમો સામસામે આવી ગયા હતા. જેમાં તલવારથી એકબીજા પર હુમલો કરાયા અને જાનથી મારી નાંખવાની ધમકીઓ અપાઇ હોવાની સામસામે ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસે સામસામે ફરીયાદમાં કુલ 8 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના મગપરા (ગટરપુરા) વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. મગપરામાં રહેતાં અરવિંદજી ઉર્ફે પપ્પુ અમરસિંહ છનાજી ઠાકોરે નોંધાવેલ ફરીયાદ મુજબ શનિવારે સાંજે તેઓ પોતાના ઘરે હતા. આ દરમ્યાન રાજુજી ભવાનજી ઠાકોર, ઇશાબેન ભવાનજી ઠાકોર, સુનીલજી અને સિધ્ધરાજ ગમાજી ઠાકોર જૂની અદાવત રાખી તેમના ઘરે તલવાર લઇ પહોંચ્યાં હતા. જ્યાં અરવિંદજીના ભાઇ પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો આ સાથે અન્ય પરીજનોને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે અરવિંદજીએ 4 ઇસમો વિરૂધ્ધ મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે આઇપીસી 307, 324, 337, 323, 504, 506(2), 114 તથા જીપીએ કલમ 135 મુજબ ફરીયાદ નોંધાવી છે.

ઘટના@મહેસાણા: અદાવતમાં યુવક પર તલવાર વડે હુમલો, સામસામે FIRમાં 8 આરોપી બન્યાં

આ તરફ સામાપક્ષે શહેરની પેઇન્ટર ગલીમાં રહેતાં રાજુજી ભવાનજી ઠાકોરે પણ 4 વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવી છે. જે વિગતો મુજબ શનિવારે સાંજે જૂની અદાવત રાખી ઠાકોર ભરતજી અમરસિંહ, ઠાકોર અરવિંદજી ઉર્ફે પપ્પુ, ઠાકોર દિપકજી સદાજી અને શોભનાબેન સહિતનાએ તેમની પર હુમલો કર્યો હતો. જેમાં તલવાર વડે જમણા હાથના બાવળા પર ઇજા પહોંચાડી હતી. આ સાથે તેમની માતાને પણ ગડદાપાટુનો માર મારી માથાના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ છે. સમગ્ર મામલે રાજુજીએ 4 વ્યક્તિ સામે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકે આઇપીસી 324, 323, 337, 504, 506(2), 114 તથા જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.