બનાવ@મોરબી: 4 કલાકમાં 3 ઇંચ વરસાદ, ગામમાં વીજળી પડતા 2 ગાયોનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક હળવદ પંથકમાં આજે શુક્રવારે વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ભારે મેઘાડંબર વચ્ચે શરૂ થયેલ વરસાદ ધીરે ધીરે તોફાની બન્યો હતો. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલ વરસાદ ધીરે ધીરે રોદ્ર બનતો ગયો હતો. હળવદ તાલુકામાં ચાર કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબીમાં સવારે 6થી10 દરમિયાન 23
 
બનાવ@મોરબી: 4 કલાકમાં 3 ઇંચ વરસાદ, ગામમાં વીજળી પડતા 2 ગાયોનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હળવદ પંથકમાં આજે શુક્રવારે વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ભારે મેઘાડંબર વચ્ચે શરૂ થયેલ વરસાદ ધીરે ધીરે તોફાની બન્યો હતો. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલ વરસાદ ધીરે ધીરે રોદ્ર બનતો ગયો હતો. હળવદ તાલુકામાં ચાર કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબીમાં સવારે 6થી10 દરમિયાન 23 મી.મી વરસાદ પડ્યો હતો. આ તોફાની વરસાદના કારણે રસ્તાઓ જળતરબોળ બન્યા હતા. તો બીજી તરફ તળાવમાં વિજળી પડતા બે ગૌવંશ અને અનેક બગલાઓના મોત નિપજ્યાં હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોરબી તેમજ હળવદમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો હતો. શુક્રવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. હળવદમાં સવારે 6થી 8 દરમિયાન જ 23 મી.મી વરસાદ નોંધાયો હતો. 8થી12 વાગ્યા દરમિયાન બીજો 47 મી.મી વરસાદ નોંધાયો હતો. કુલ ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. રસ્તા પર જાણે નદીઓ વહેતી થઇ હતી. ઘરની બહાર રહલી નાની મોટી વસ્તુઓ પણ પાણીમાં તણાવા લાગી હતી.