ઘટના@મોરબી: એમ્બ્યુલન્સને નડ્યો ભયાનક અકસ્માત, એક જ પરિવારના 3નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક મોરબી જિલ્લાના હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના 12.30 વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમા એકજ પરીવારના ત્રણ સ્વજનોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં આ પરિવાર માંડવીના લયજા ગામના ગઢવી પરીવારના સભ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પોલીસે મૃતકોના
 
ઘટના@મોરબી: એમ્બ્યુલન્સને નડ્યો ભયાનક અકસ્માત, એક જ પરિવારના 3નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

મોરબી જિલ્લાના હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના 12.30 વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમા એકજ પરીવારના ત્રણ સ્વજનોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં આ પરિવાર માંડવીના લયજા ગામના ગઢવી પરીવારના સભ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસે મૃતકોના પરિવાર જનોનો સંપર્ક સાધવા અને તેઓની ઓળખ કરવા વધુ કવાયત હાથ ધરી છે. અકસ્માતમાં પલ્ટી જનાર એમ્બ્યુલન્સ બુકડો બોલેલી હાલતમાં જોવા મળતા અકસ્માત કેટલો ગંભીર હશે તે જાણવા મળી શકે છે.

સુત્રોએ જણાવ્યુ હતું કે, આ પરિવાર અમદાવાદ હોસ્પિટલે સારવારમાં રહેલા દર્દીની તબિયત સુધરતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને ખાનગી એમ્બ્યુલન્સમા પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા ત્યાં હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી.અને અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમા ગઢવી પરીવારના એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જેમાં રામભાઇ નારાયણભાઇ ગઢવી ઉ 35 .રહે.લયજા તાં.માંડવી જી.કચ્છ, ડ્રાઇવર પિન્ટુભાઇ કાનજીભાઇ ઉ 27 ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે.